



જાહેરમાં ફટાકડા ફોડવાના પ્રતિબંધ વચ્ચે અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેકસ (AQI) 229 પર પહોંચ્યો
અંકલેશ્વર માં હવા પ્રદુષણ ની માત્ર ફરી ડેન્જર ઝોન માં મુકાય ગયું છે. વારંવાર હવા પ્રદુષણ ની માત્રા વધતા ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ એનજીટીએ હવા પ્રદુષણ ને લઇ ફટાકડા ફાડવા પર રોક લગાવી છે જે વચ્ચે હવા પ્રદુષણ ચરમસીમાએ પહોંચતા લોકો આરોગ્ય સામે ખતરો ઉભો થઇ રહ્યો છે. તો બીજી તરફ અંકલેશ્વર જીઆઇડીસી માં નોટીફાઈડ ચેમ્બર માંથી ફરી રાસાયણિક પાણી ઉભરાય ને જાહેર માં વહેતુ નજરે પડી રહ્યું છે. હવા અને પાણી પ્રદુષણની માઝા મુકતા આરોગ્ય અને ભૂગર્ભ જળ વધી રહેલો ખતરો વધી રહ્યો છે.
અંકલેશ્વર માં હવા પ્રદુષણની માત્ર મંગળવાર ના રોજ ફરી એકવાર 200 ની સપાટી વટાવી અતિ ગંભીર સ્થિત માં પહોંચી છે. અને 229 એ.ક્યુ.આઈ. નોંધ્યો છે. જે સીપીસીબી ના નિર્ધારિત માપદંડ મુજબ ગંભીર કેટેગરી માં આવી રહ્યું છે. હવા પ્રદુષણ માત્રા વધતા તેની અસર હવે લોકો સ્વાસ્થ પર ઉભી થઇ રહી છે.
એકતાફ કોરોના મહામારી , બીજી તરફ હવા પ્રદુષણ ને લઇ એનજીટી ફટાકડા ફોડવા પર રોક અને બીજી તરફ ઔદ્યોગિક વસાહત માં વધેલા હવા પ્રદુષણની અસર લોકો સ્વાસ્થ પર પડી રહી છે તેને લઈ શ્વાસોશ્વાસ ના તેમજ અસ્થમા ના દર્દીઓ માટે સૌથી વધુ સમસ્યા સર્જાય રહી હોવાનું તબીબ વર્ગ જણાવી રહ્યું છે. કેમિકલ પાણી જાહેરમાં વહેતુ હોવાની ઘટના પણ વધી રહી છે. અંકલેશ્વર એક માત્ર વરસાદી કાંસ માં ક્યારે પ્રદુષિત પાણી ના આવ્યું હોય તેવા નિરાંત નગર સુધી જીઆઇડીસી થી જતા કાસ જે એમ.એસ 29 કાંસ જાય છે તેમાં કેમિકલ યુક્ત લીલા રંગનું પાણી વહી રહ્યું છે.
બીજા દિવસે પણ મારુતિનગર ની વરસાદી કાંસ માં લીલા રંગનું કેમિકલ યુક્ત પાણી વહેતુ જોવા મળી રહ્યું છે. તો જીઆઇડીસી માં આવેલ રામદેવ ચોકડી વિસ્તાર માં તેમજ તેની આજુબાજુ માં આવેલ ઔદ્યોગિક વસાહતના માર્ગો પર ડ્રેનેજ ચેમ્બરોમાં કેમિકલ યુક્ત પાણી રોડ પર વહેતુ જોવા મળી રહ્યું છે. નોટીફાઈડ ચેમ્બરો માંથી પાણી વહી વરસાદી કાંસ માં જઈ રહ્યું છે જે ભૂગર્ભજળ ને પણ દુષિત કરી રહ્યું છે આ અંગે પર્યાવરણવાદીઓ દ્વારા જીપીસીબી અને નોટિફાડ વિભાગ જાણ કરી ત્વરિત અસર થી કાર્યવાહી કરવામાં માંગ કરી હતી.