



બજારમાં ખરીદી માટે આવતા આસપાસના ગામના લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નેત્રંગમાં દર મંગળવારે ભરાતા હાટબજારમાં દિવીળીની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. જોકે લોકોએ દિવાળીની ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવામાં બેદરકારી દાખવી હતી. બજારમાં તેજી આવતા નેત્રંગ ટાઉનના વેપારીઓમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. મોટાભાગે દિવાળી અગાઉ ભરાતી હાટબજારોમાં લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
નેત્રંગના વેપારી મુકેશ શાહે જણાવ્યુ હતુ કે, દિવાળી સમયે માર્કેટ ખુલતા લોકો ખરીદી કરી રહ્યા છે. અગાઉનો ગ્રાહકો ન હોવાથી દિવાળી બગડશે તેમ લાગતુ હતુ પરંતુ હાલની પરિસ્થિતિ જોતા વેપારીઓની દિવાળી થોડી સારી જશે તેમ લાગી રહ્યુ છે. ગ્રાહકો આવશે તો આર્થિક સંકટથી બહાર નીકળી શકાશે.
ખરીદી માટે લોકો ઉમટી પડ્યા, બજારમાં બાઇક લઇને જવી મુશ્કેલ બની
ગત મંગળવારથી શરૂ થયેલ હાટબજારને કારણે સ્થાનિક વેપારીઓને આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળે તેવા અણસાર છે. ખરીદી માટે લોકો ઉમટી પડતા બજારમાં બાઇક લઇને જવી મુશ્કેલ બની હતી. જોકે નેત્રંગ પોલીસે વાહનચાલકોને ટ્રાફિકને હળવુ કર્યુ હતુ. પોલીસ જવાનોએ ટ્રાઇકમાં અડચણ બનનાર ચાલકો સામે લાલ આંખ કરીને કાર્યવાહી હાથધરી હતી.