Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsNetrangSocial

નાનાજાંબુડા ગામેે વીજળી પડતા મૃત પામેલ મહિલાના પરીવારને ૪,૫૦,૦૦૦ સહાય અપાઈ, વીજળી પડતા મહિલા અનેે બે બળદનું મોત નિપજ્યું હતું

દિવ્યાંગ મિસ્ત્રી –  ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હતા. ૭૦ ઇંચ કરતાં વધુ વરસાદ ચોમાસાની સિઝનમાં પડતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ ઉદભવી જવા પામી હતી. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાથી ભારે નુકસાન થયાના પણ અહેવાલ મળ્યા છે. જેમાં નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાના જાંબુડા ગામે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ધોધમાર વરસાદની સાથે વીજળી પડતાં શુક્લીબેન મગનભાઈ વસાવા (ઉ.૫૫) અને બે બળદના ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજતા પરીવારના સભ્યો અનેે ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.

આ બાબતે ગ્રા.પંચાયત,નેત્રંગ તાલુકા પંચાયતના સતાધીશો અને સરકારીતંત્રેે જરૂરી કાર્યવાહી હાથધરી મૃતક પરીવારની મહિલાના પરીવારના સભ્યોને આથિૅક સહાયતા આપવાની કામગીરી હાથધરી હતી. જેમાં મૃતક મહિલાના પતિ મગનભાઇ વસાવાને નેત્રંગ તા.પંચાયતના પ્રમુખ ગીતાબેન વસાવા,નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી અલ્પનાબેન નાયર,કારોબારી પ્રમુખ મગનભાઈ વસાવાના હસ્તે રૂ. ૪,૫૦,૦૦૦ (ચાર લાખ પચાસ હજાર) ના ચેકનું વિતરણ કરી સહાયતા આપી હતી.

 

संबंधित पोस्ट

ઓમકારેશ્વર ડેમના 18 દરવાજા ખોલાયા નર્મદા ડેમની સપાટી 124.61 મીટરે પહોંચી

Vande Gujarat News

ब्रिटेन में कोरोना के एक और नए स्ट्रेन से हड़कंप, दक्षिण अफ्रीका की उड़ानों पर लगाई रोक

Vande Gujarat News

દીકરીઓને ભણાવો મજબૂત રાષ્ટ્ર માટે શક્તિશાળી બને એ રીતે દીકરીઓનો ઉછેર કરો: ડો. પીનલે વ્યક્ત કરી દિલની લાગણી, કોરોના વોરિયર્સની ફરજ દરમિયાન આ તબીબ બે વાર સંક્રમિત થયા

Vande Gujarat News

ખાનગી શાળાઓ FRCના નિયમોનું ઉલ્લંઘન કરી વાલીઓને લૂંટે છેઃ NSUI

Vande Gujarat News

भोपाल गैस कांड: एक ही घटना से मरे 3000 लोगों की आवाज बना था ये शख्स

Vande Gujarat News

વર્ષ 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ ટ્વીટે બનાવ્યો અનોખો રેકોર્ડ

Vande Gujarat News