



ભરત ચુડાસમા – અંકલેશ્વર નોટિફાઇડ હદ-વિસ્તાર ની ગેરકાયદેસર ની બનેલ ડમ્પિંગ સાઈટ માં ઘન-કચરા સાથે ઓદ્યોગિક એકમો માંથી પણ પ્રદુષિત કચરો ઠાલવવા માં આવે છે. જેનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાને બદલે સળગાવવા આવતા હવા નું પ્રદુષણ થાય છે એવો આક્ષેપ ગામ લોકો તરફથી કરવામાં આવ્યો છે.
આ બાબત માં ભૂતકાળ માં અનેક વખતે પર્યાવરણ વાદીઓ અને આસપાસ ના ગામો ના આગેવાનોએ રજુઆતો કરી છે પરંતુ અ ઘન કચરા માં વધારો થતો જાય છે. નોટિફાઇડ અંકલેશ્વર ના કોન્ટ્રકટરો દ્વારા રેહણાક વિસ્તાર ના ઘન કચરા સાથે ઓદ્યોગિક એકમો માંથી પણ જે કચરો લેવા માં આવે છે, તેમાં પ્રદુષિત કચરો પણ ઠાલવવા માં આવે છે.
સારંગપુર ગામના આગેવાન કાલુભાઈ ચોહાણ ના જણવ્યા મુજબ આ ગેરકાયદેસર ની ડમ્પિંગસાઈટ પર વારંવાર ઘનકચરો અને ઓદ્યોગિક કચરો સળગાવવા માં આવે છે. જેના લીધે અમારા ગામમાં ધુમાડા વાળી પ્રદુષિત હવા આવે છે જેનાથી અમારા વિસ્તાર ના લોકો ના સ્વાસ્થ્ય ને નુકશાન થાય છે આ બાબતે અમોએ અનેક રજુઆતો કરી છે તેમ છતા આ કચરા માં વધરો થતો જાય છે. જો આ બંધ ના થાય તો હવે અમારે આંદોલન કે કોર્ટ રાહે કાર્યવાહી કરવી પડશે”.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે, “કાયદા મુજબ આ ઓદ્યોગિક એકમોનો કચરો BEIL કંપની માં મોકલવો જોઈએ જ્યાં તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે. જો કે કેટલાક એકમો આ ખર્ચ ને બચાવવા આ ગેરકાયદેસર ની ડમ્પિંગ સાઈટ પર નિકાલ કરતા હોય છે. જ્યાં આ સાઈટ પર કોઈ પણ અધિકારીનું નિયત્રણ નથી હોતું કે દેખરેખ રાખવામાં નથી આવતી. અંકલેશ્વર જીઆઇડીસી માં દિવસે ને દિવસે રહેણાંક વિસ્તાર વધતો જ જાય છે. અને તેના ઘન કચરા ને આજ ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ પર ઠાલવવા માં આવે છે. આ ડમ્પિંગ સાઈટ પર ગાય સહીત ના અનેક પશુઓ ખોરાક તરીકે આ કચરા ને આરોગે છે. જે પશુ અને માનવ સ્વાસ્થ્ય માટે હાની કારક છે. અગાઉ અમે અનેક વખતે લેખિત મોખિક રજુઆતો કરી છે ત્યારે દરેક વખતે અમોને કેહવામાં આવે છે કે અમોએ પ્રોજેક્ટ મુકેલ છે અને અમો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરીશું અને આવી વાતો અમો છેલ્લા પાંચ વર્ષ થી સાંભળતા આવ્યા છીએ.