



સંજય પાગે – દિવાળી નાં તહેવારોની શરૂઆત થઈ છે. ત્યારે કોરોના સંક્રમણને કારણે તહેવારોની ઉજવણી ફીકી પડી છે. રેલવે સ્ટેશનને કામ કરતા કુલી ભાઈઓને કોરોના લોક ડાઉનને પગલે આર્થિક સંકડામણ ઉભી થયેલ હોઈ વડોદરાનાં સંસદ રંજનબેન ભટ્ટ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રેલવે ના સંયુક્ત ઉપક્રમે રેલવે ના કુલી ભાઈઓને દિવાળી નિમિતે અનાજ ની કીટ અને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી.
દિવાળી પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન પર હમાલી નું કામ કરી પોતાનું અને પોતાના પરિવાર નું જીવન નિર્વાહ કરતા એવા કુલી ભાઈ ઓની દિવાળીની આનંદથી ઉજવણી કરી શકે તેવા હેતુથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કુલી ભાઈઓને અનાજ ની કીટ અને મીઠાઈ વિતરણ નો કાર્યક્રમ રેલવે સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરાનાં ડીઆરએમ સહિત રિલાયન્સના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
ઉપસ્થિત મહેમાનો સહિત સાંસદના હસ્તે રેલવે સ્ટેશન પર કામ કરતા 180 જેટલા કુલી ભાઈઓને રાશનની કીટ અને મીઠાઈ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું.
રાશન કિટમાં લોટ ચોખા તેલ મસાલા, ચ્હા ખાંડ, વસ્તુઓનો સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. આ કારણે કુલી ભાઈઓ પણ રાજી ખુશીથી દિવાળી ઉજવી શકશે.