



રાજ્યભરમાં 23 નવેમ્બરથી શાળાઓ શરૂ થવાની જાહેરાત શિક્ષણ મંત્રીએ કરી દીધી છે. શાળા શરૂ થવા અંગે વાલીઓમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.આંધ્રપ્રદેશમાં શાળા ફરી શરૂ થતા બાદ 800થી વધુ શિક્ષકો અને 500થી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હવે ભરૂચના વાલીઓ બાળકોને શાળાએ મોકલવા માટે ચિંતિત થયા છે. ધો.10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ શાળાના ભવિષ્યને લઇને ચિંતાતૂર છે. તેઓ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા તૈયાર છે. પરંતુ કેટલાક વાલીઓ દેશમાં વધતા કોરોના સંક્રમણને કારણે બાળકોના જીવને જોખમમાં મુકવા માંગતા નથી. સંચાલકો શાળા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
સંચાલકો વિદ્યાર્થીઓના સંક્રમણની જવાબદારી ઉઠાવવા હાથ ઉંચા કરી દીધા છે. વાલીઓએ પોતાની જવાબદારીએ બાળકોને શાળાએ મોકલવાની રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત રહેશે. ભીડ નિવારવા માટે ઓડ-ઇવન પદ્ધતિનો અમલ કરાશે. કેન્દ્ર સરકારની એસઓપીનું ફરજિયાત અને ચુસ્ત અમલી કરણ કરવુ પડશે.
શાળા-વાલીઓ માટે ટ્રાન્સપોર્ટેશન મોટી સમસ્યા
શાળા શરૂ થવાની જાહેરાત સાથે શાળા-વાલીઓ માટે ટ્રાન્સપોર્ટેશન સૌથી મોટી સમસ્યા ઊભી થઇ છે. વાલીઓ વિદ્યાર્થીઓને દરરોજ શાળાએ મુકવા જઇ શકવાના નથી અને શાળાઓ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબધ્ધ કરવી ચેલેન્જ છે. ચંચળ બાળકોને આખો દિવસ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવામાં સમસ્યા ઉભી થશે. દરેક વાલીની સંમતિ મળવી મુશ્કેલ. શાળા સુધી પહોચવામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થાય તેનો ભય વાલીઓને સતાવી રહ્યો છે.
10-12ના બાળકોને પ્રાથમિકતા આપીશું
વૈભવ બિનવાલે, શ્રવણ વિદ્યાધામ- ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાની પ્રાથમિકતા આપીશુ. શાળા 18 નવેમ્બરથી શરૂ થશે ત્યાર બાદ વાલીઓને શાળાએ સુવિધા જોવા માટે આમંત્રિત કરવાની યોજના ચાલી રહી છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઇન સ્ટડી ચાલુ રાખવું પડશે.
વાલીની પરવાનગી માગવી મોટી ચેલેન્જ
ડો. મહેશ ઠાકર, નારાયણ વિદ્યાવિહાર- વિદ્યાર્થીને શાળાએ મોકલવા માટે વાલીઓની પરવાનગી લેવી સૌથી મોટી ચેલેન્જ હશે. ચંચળ બાળકોને 4-5 કલાક શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ટકાવી રાખવા મુશ્કેલ. અપડાઉન કરતા વિદ્યાર્થીઓ શાળાએ આવવાનું ટાળી શકે છે. વિદ્યાર્થીઓના ડાઉટ ક્યિર સેસન રાખીશું.