



અંકલેશ્વરમાં સતત્ત બીજા દિવસે એ.ક્યુ.આઈ આંક ઓરેન્જ કેટેગરીમાં આવ્યો છે. 250ને પાર થઇ 269 પર એર કોલેટી ઈન્ડેક્ષ પહોંચતા પર્યાવરણવાદીઓ વધતો રોષ જોવા મળ્યો છે. જીપીસીબીની કામગીરી સામે પણ સવાલ પર્યાવરણવાદીઓ ઉઠાવી રહ્યા છે. અંકલેશ્વર માં ફરી દિવસે દિવસ હવા પ્રદુષણ વધી રહ્યું હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. મંગળવાર ના રોજ સીપીસીબી ના ઓનલાઇન એર ક્વોલિટી અંગે માપદંડ ઈન્ડેક્ષમાં 239 AQI નોંધાયો હતો જે બીજા દિવસે પણ વધી જવા પામી હતી. જેમાં એકયુઆઈ 267 પર પહોંચી ગયો હતો. અને પી.એમ.2.5 ની માત્ર 267 સુધી પહોંચી ગઈ હતી કોરોના મહામારી વચ્ચે એક તરફ તંત્ર દ્વારા હવા પ્રદષૂણના મુદ્દે તહેવારો મઝા ઝાંખી પડતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે. તો બીજી તરફ ઔદ્યોગિક વસાહત તેમજ માર્ગો પર ના રહેલ ધૂળ ની રજકણ સહીત માત્રા તેની નિયત માત્રા કરતા વધી જવા પામી છે. 200 થી 300 વચ્ચે ડેન્જર ઝોન એટલે કે ઓરેન્જ ઝોન માં અત્યારે 267 પર એ.ક્યુ.આઈ નોંધાયો છે. જે ધણી ગંભીર બાબત જોવા મળી રહી છે. અત્યંત પ્રદુષિત માત્ર ની નજીક પહોંચેલ હવા પ્રદુષણ સામે જીપીસીબી ની કામગીરી સામે પણ પર્યાવણવાદીઓ સવાલ ઉઠાવી રહ્યા છે. અચાનક દિવાળી સમયેજ વધી રહેલા હવા પ્રદુષણ ને લઇ આરોગ્ય સામે ખતરો ઉભો થવાની ગંભીર સમસ્યા સર્જાય શકે છે.