



દિવ્યાંગ મિસ્ત્રી – નેત્રંગ તાલુકા મથકથી માત્ર ૧૪-૧૫ કિમી સુરત અને નમૅદા જીલ્લો અને ૫૦ કિમીથી મહારાષ્ટ્ર રાજ્યની સરહદી વિસ્તારની શરૂઆત થઇ જાય છે. એટલે કે ભરૂચ-નમૅદા, સુરત જીલ્લા અને દ.ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં કોઇપણ ગુનાહિત પ્રવૃત્તિઓને આસાનીથી અંજામ આપવા નેત્રંગને એપી સેન્ટર ગણવામાં આવે છે.
નેત્રંગ ચારરસ્તા ઉપરથી થોડા સમય સમય પહેલા જ પોલીસેે મહારાષ્ટ્ર રાજ્યમાં કતલખાને લઇ જવાતા ૬૫ પશુઓની હેરાફેરીનો પદૉફાશ કયૉ હતો. ત્યારબાદ વધુ ૧૫ પશુઓની મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર હેરાફેરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે.
જેમાં ઈમરાન લિયાકત સીન્ધી જમાદાર (ઉ.૩૮ રહે.વલણ તા.કરજણ) આયશર ટેમ્પો નં. GJ ૦૬ BT ૬૧૧૧ ગુજરાત રાજયમાંથી મહારાષ્ટ્ર રાજ્યમાં મુંગા અને અબોલ પશુઓ ભેંસો નંગ-૧૫ ને અતિ ક્રુરતા પુર્વક ખીચોખીચ ભરી ટુંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઇ ઘાસ ચારો કે પાણીની વ્યવસ્થા વગર ગેરકાયદેસર હેરાફેરી થવાની બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે ચક્કાજામ કરીને આયસર ટેંપાને પકડી પાડ્યો હતો. જેમાં કુલ ભેંસો નંગ-૧૫ ની કુલ કિ ૧,૫૦,૦૦૦ અને આયશર ટેમ્પોની કિ ૫,૦૦,૦૦૦ મળી કુલ્લ ૬,૫૦,૦૦૦નો મુદ્દામાલ અને ખેપિયાને પકડી જેલભેગો કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.