Vande Gujarat News
Breaking News
Breaking NewsBusinessGovtIndiaNational

ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય અર્થતંત્ર સતત છ માસથી મંદીમાં – સતત બે ક્વાર્ટરમાં જીડીપી માઇનસ થાય તો અર્થશાસ્ત્રની ભાષામાં ‘ટેકનિકલ મંદી’ ગણાય : રિઝર્વ બેન્ક

– 2020-21ના પ્રથમ કવાર્ટરમાં ભારતનો જીડીપી માઇનસ 23.9 ટકા હતો, બીજા કવાર્ટરમાં માઇનસ 8.6 ટકા રહેવાનો અંદાજ

(પીટીઆઇ) નવી દિલ્હી,

ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય આૃર્થતંત્ર ટેકનિકલ મંદીમાં પ્રવેશી ગયું હોવાનો દાવો સરકારની ટીકા કરનારે નહીં પણ સ્વયં આરબીઆઇએ કર્યો છે. આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર અને મોનિટરી પોલિસીના ઇનચાર્જ માઇકલ પાત્રાએ જણાવ્યું છે કે વર્ષ 2020-21ના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય આૃર્થતંત્ર ટેકનિકલ મંદીમાં પ્રવેશી ગયું છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે સળંગ બે કવાર્ટરમાં જીડીપીમાં નેગેટિવ વિકાસ જોવા મળે છે એટલે કે સળંગ બે કવાર્ટરમાં જીડીપી માઇનસ રહે તો આૃર્થતંત્ર ટેકનિકલ મંદીમા પ્રવેશી ગયુ હોવાનું માનવામાં આવે છે.  કોરોના વાઇરસને કારણે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ કવાર્ટર(એપ્રિલથી જૂન)માં જીડીપી માઇનસ 23.9 ટકા રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇના અંદાજ મુજબ બીજા કવાર્ટરમાં જીડીપી માઇનસ 8.6 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2020-21ના બીજા કવાર્ટર( જુલાઇથી સપ્ટેમ્બર)ના જીડીપીના આંકડા 27 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આૃર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભારતીય આૃર્થતંત્રમાં સતત બીજા કવાર્ટરમાં નેગેટિવ ગ્રોથ જોવા મળશે.

આ દરમિયાન વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2020 માટે જીડીપીનો અંદાજ રિવાઇઝ કર્યો છે. મૂડીઝે અગાઉ અંદાજ મૂક્યો હતો કે બીજા કવાર્ટરમાં ભારતનો જીડીપી માઇનસ 9.6 ટકા રહેશે. મૂડીઝે પોતાના આ અંદાજમાં ફેરફાર કરીને જણાવ્યું છે કે બીજા કવાર્ટરમાં ભારતનો જીડીપી માઇનસ 8.9 ટકા રહેશે.

ડોલર સામે રૂપિયો સતત ચોથા દિવસે તૂટયો

અમદાવાદ, તા. 12

વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ હુંડિયામણ બજારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ 28 પૈસા તૂટતા 75ના લેવલ તરફ પ્રયાણ કર્યું છે. ફોરેક્સ માર્કેટમાં આજે રૂા. 74.44ના મથાળે ખુલ્યા બાદ ઇન્ટ્રા ડે 74.38 અને 74.74 વચ્ચે અથડાયા બાદ કામકાજના અંતે 28 પૈસા તૂટીને 74.64ની સપાટીએ નરમ રહ્યો હતો. પ્રતિકૂળ અહેવાલોના પગલે આજે ડોલર ઇન્ડેક્સ પણ ઘટીને 92.83ના મથાળે નરમ રહ્યો હતો.

ઓક્ટોબરમાં ફુગાવો 7.61 ટકા, સાડા છ વર્ષની ટોચે

મોંઘા શાકભાજી અને ઇંડાને કારણે ઓક્ટોબરમાં રીટેલ ફુગાવો વધીને 7.61 ટકા થયો છે જે સાડા છ વર્ષની ટોેચે છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, 2020માં રીટેલ ફુગાવો 7.27 ટકા હતો તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ)ના આંકડામાં જણાવવામાં આવ્યું છે.  સળંગ બીજા મહિને રીટેલ ફુગાવો સાત ટકાથી ઉપર નોંધવામાં આવ્યો છે.

આ અગાઉ મે, 2014માં રીટેલ ફુગાવો 8.33 ટકા હતો. ઓક્ટોબરમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ(સીએફપીઆઇ)માં 11.07 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બરમાં સીએફપીઆઇમાં 10.68 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. ઓક્ટોબર, 2019માં સીએફપીઆઇ 4.62 ટકા હતો.  ઓક્ટોબર, 2020માં શાકભાજીના ભાવમાં 22.51 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

ઓક્ટોબરમાં માછલીના ભાવમાં 18.70 ટકા અને ઇંડાના ભાવમાં 21.81 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.  આ દરમિયાન દેશમાં છ મહિના પછી ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી  છે. સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 0.2 ટકાનો વધારોે જોવા મળ્યો છે. આજે જાહેર થયેલા આઇઆઇપીના આંકડા મુજબ માઇનિંગ અને વીજળી સેક્ટરના સારા પ્રદર્શનને કારણે ઔદ્યોેગિક ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે.

संबंधित पोस्ट

ભરૂચ ના ટંકારીયા ગામના દલિત અને આદિવાસી ભૂલકાઓનું ભવિષ્ય કાદવ કિચ્ચડ માં

Vande Gujarat News

दिल्ली में सुरक्षा व्यवस्था को लेकर अमित शाह के आवास पर हो रही है आपात बैठक

Vande Gujarat News

અંકલેશ્વરમાં ઘર પાસે રમતા-રમતા પાણીની ટાંકીમાં પડી જતા 3 વર્ષના બાળકનું મોત

Vande Gujarat News

दिवाली से पहले घुसपैठ कराने की फिराक में पाक, LoC पार लॉन्च पैड्स पर 350-400 आतंकी मौजूद

Vande Gujarat News

कंगाल पाकिस्तान को मलेशिया ने दिया बड़ा झटका, विमान जब्त कर यात्रियों को उतारा

Vande Gujarat News

ગુજરાતની પેટા ચુંટણીમાં 8 બેઠકો માટે કુલ 102 ઉમેદવારો, 33 ફોર્મ રદ; મોરબી બેઠકમાં સૌથી વધુ 20 ઉમેદવાર

Vande Gujarat News