



– ગુનાખોરી નિયંત્રણમાં લાવવા પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ અને બીએસએફ દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારો નિહાળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહે આજે સરહદી વિસ્તાર વિકાસોત્સવ – ૨૦૨૦ અંતર્ગત કચ્છના ધોરડોમાં ગુજરાત અને સરહદી વિસ્તારના વિકાસને ઉજાગર કરતું ડિજિટલ પ્રદર્શન ખુલ્લુ મુક્યુ હતું.
રાજ્ય સરકારના વિવિાધ વિભાગોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પ્રદર્શનમાં રાજ્યના છેવાડાના વિસ્તારો સુાધી પહોંચેલી સુવિાધાઓ અને સરહદી વિસ્તારના લોકોની સુવિાધામાં થયેલા વાધારાની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.આ પ્રદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા ગુનાખોરી નિયંત્રણમાં લાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષા અને નાગરિકોના રક્ષણ માટે લેવામાં આવી રહેલા પગલાં તેમજ વિવિાધ એપ્લિકેશનો અને પોલીસની નોંધપાત્ર કામગીરીનો ચિતાર રજૂ કરતી ડીસ્પ્લે નિહાળી હતી. બીએસએફ દ્વારા ઉભા કરાયેલા સ્ટોલનું નિરીક્ષણ કરી જવાનોને બિરદાવ્યા હતા. ધોરડો ખાતે બીએસએફ દ્વારા આયોજીત હિાથયાર પ્રર્દશની મુલાકાત લઈને સીમાવર્તી ક્ષેત્રના જન પ્રતિિધનિઓ સાથે બેઠક કરીને સીમા ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ વિશે ચર્ચા કરી હતી. તાથા સીમા સુરક્ષા બલ પર નિમાર્ણ પામેલી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ નિહાળી હતી. જવાનો સાથે મુલાકાત કરીને તેમની હિંમત વાધારી હતી. કચ્છની હસ્તકલા, આરી ભરત ,રોગન કલાના કલાકારોનો પણ સ્ટોલ ની મુલાકાત લીધી હતી. પાટણ કચ્છ અને બનાસકાંઠા જિલ્લા ના સરહદી વિકાસના કાર્યક્રમો અને સહાય યોજનાઓ રજૂ કરતા તેમજ વીજળી, બસસેવા, આરોગ્ય, શિક્ષણ, આઇસીડીએસ, પ્રવાસન ફોરેન્સિક સાયન્સ ,કૃષિ, અન્ન પુરવઠા, આયોજન, સાયન્સ અને ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રીઝ, ગ્રામીણ અને શહેરી વિકાસ ની સંકલ્પ સિધિૃધ સુાધીની માહિતી રજુ કરતુ પ્રદર્શન નિહાળ્યું હતું.
કચ્છના ધોરડો માં સફેદ રણ અને કચ્છ ની ગ્રામીણ ભાતીગળ સંસ્કૃતિ અને કલાને નિહાળવા માટે આવતા પ્રવાસીઓ તેમજ લોકો માટે રાજ્ય સરકારના વિભાગોનું આ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમમાં ધોરડો ખાતે સહભાગી બનેલા સરપંચો,પંચાયત પદાધિકારીઓ અને નાગરિકોએ પણ આ પ્રદર્શન નિહાળ્યું હતુ.