



– એલએવીની સુવિધા સાથેનો 40 લાખનો ઈન્ટ્રોગેશન રૂમ તૈયાર : તરંગો પરથી સાચું ખોટું જાણી શકાશેે
હવે તમે એસીબીના હાથે લાંચ લેતા ઝડપાશો તો જુઠ્ઠુ બોલીને છટકી નહી શકો. એસીબીએ 40 લાખના ખર્ચે એલએવી(લેઅર્ડ વોઈસ એનાલિસીસ) સાથેનો ઈન્ટ્રોગેશન રૂમ તૈયાર થઈ રહ્યો છેે. જેમાં આરોપી સાચુ બોલે છે કે ખોટુ તે તરંગો પરથી જાણી શકાશે. ભારતમાં પહેલીવાર ગુજરાતમાં આ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)ને આધુનિક બનાવી વૈજ્ઞાાનિક ઢબે તપાસના પરિપ્રેક્ષમાં મુકવાની નેમ સાથે ગુજરાત સરકારે એસીબીની માંગણીને સ્વીકારીને અમદાવાદ ખાતે એલએવી ની સુવિધા સાથેનો ઈન્ટ્રોગેશન રૂમ બનાવવાની મંજુરી આપી છે.
આ પ્રકારની સુવિધા ભારતમાં ગુજરાત એસીબીમાં સૌપ્રથમ છે. જેનાથી તપાસમાં પાર્દર્શિતા રહેશે અને ફોરેન્સિક પુરાવા પણ મળી રહેશે. જેનાથી કન્વીક્શન રેટમાં ઉત્તરોતર સુધારો લાવી શકાશે.
એલએવી એક એવી નોન ઈન્વેસિવ ફોરેન્સિક સાયકોલોજીકલ ઈન્વેસ્ટિગેશન ટેકનીક છે જેમાં સંબંધિત શખ્સની સ્પીચમાં ભાવનાત્મક સંકેતો શોધીને તેની માનસિક સ્થિતીની સમજ મળે છે. તે સિવાય પુછાયેસા સવાલોના જવાબો આપતી વખતે સંબંધિત શક્સની લાગણીઓ જેવી કે તાણ અને નોન સ્ટ્રેસ્ડ (બિન-તણાવપુર્ણ) વચ્ચેના તફાવતનો અભ્યાસ કરવામાં આવે છે. જેને છેતરપિંડીના સંકેત તરીકે જોવામાં આવે છે.
આ ટેકનીક ભાષા આધારીત નથી પરંતુ સંબંધિત શખ્સ સાચુ બોલે છે કે ખોટુ તે અવાજના તરંગો ઉપરથી ત્વરીત જાણી શકાય છે.તે સિવાય એસીબીમાં ઈન્ટ્રોગેશન રૂમ તૈયાર કરવામાં આવશે જે અદ્યતન ઉપકરોણોતી સજ્જ હશે. જેમાં શંકાસ્પદ વ્યક્તિની વિવિધ ફોરેન્સિક સાયકોલોજીકલ ટેકનીક વાપરીને પુછપરછ કરી પુરાવા એકત્રિત કરવામાં આવશે. જેને પગલે લાંચ લેનારાઓ હવે જુઠ્ઠુ બોલશે તો તરત પકડાઈ જશે.