



ભરૂચ જિલ્લામાં લોકો દિવાળી અને નવાવર્ષની ઉજવણી કરવામાં આતુર છે.ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાના લોકોને સાવચેતીના પગલાં અપીલ કરી છે.જેમાં જણાવ્યા મુજબ, જે સ્થળે ફટાકડા કે દારૂગોળો ફુટતો હોય તેની નજીક ઊભા રહેવું નહી.જેનાથી બાળકો અને મોટાઓને નાની મોટી ઈજાઓ થવાની સંભાવનાઓ રહેલી છે.જેથી ફટાકડાં ફોડતાં સમયે પૂરતી ચોકસાઈ રાખવી જરૂરી છે. જે સ્થળે ફટાકડા ફૂટતા હોય તેમાંથી નીકળતા ધુમાડામાં નાઇટ્રો ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ હોય છે. જેથી વાતાવરણ દૂષિત થાય છે. આવા વાતાવરણથી સામાન્ય રીતે દૂર રહેવું હિતાવહ છે. ફટાકડા ફોડતા સમયે આંખોની સંભાળ રાખવી કોઇક વખત તેનાથી આંખોએ અંધાપો પણ આવી શકે છે. ફટાકડા તથા બોમ્બના અવાજથી કાનને પણ નુકશાન થાય છે. સામાન્ય રીતે 125 ડેસીબલ હોય છે. જે અવાજથી બહેરા થઇ શકે, બ્લડ પ્રેશર વધી શકે છે તથા હાર્ટ એટેક પણ આવી શકે છે જેથી જે સ્થળે બોમ્બ ફૂટતો હોય તે સમયે કાન બંધ કરી દૂર ઉભા રહેવું. ફટાકડા ફોડતા સમયે નાયલોનના કપડા ન પહેરતા સુતરાઉ અને જાડા કપડા પહરેવા જોઇએ વર્તમાન સમયમાં કોરોના વાયરસનું શ્વાસો શ્વાસ સંક્રમણ ફેલાતું હોય તેથી ફટાકડાના ધુમાડાથી ફેફસાંના રોગથી પિડાતી વ્યકિતઓને કોરોનાનું સંક્રમણ થઇ શકે છે જેથી આ પ્રકારના ધુમાડાથી દુર રહેવા અપીલ કરવામાં આવે છે.