Vande Gujarat News
Breaking News
AccidentBharuchBreaking NewsNetrang

નેત્રંગ-મોવી રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં શણકોઇના બે યુવાનના મોત, કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બે ના ઘટનાસ્થળ ઉપર મોત, એકનો બચાવ

દિવ્યાંગ મિસ્ત્રી – નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ વેલકમ હોટલની પાસે ફોર વ્હીલ ગાડી નંબર :- જીજે-૧૯-એક્યુ-૯૭૧૯ ના ચાલકે પુરઝડપે-ગફલતભરી રીતે હંકારી આવતા સામેછેડેથી આવતી મોટરસાઈકલ નંબર :- જીજે-૧૬-સીએ-૨૧૨૬ ને ટક્કર મારતાં મોટરસાઈકલ સવાર સંજય પરષોતમભાઇ વસાવા (ઉ.૨૩) અને રણજીત નરસિંહ વસાવા (ઉ.૨૨)ને હાથ-પગ અને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ શણકોઇ ગામના બંને યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે પરિવારના સભ્યો સહિત સમગ્ર શણકોઇ ગામના રહીશોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. જ્યારે હસમુખ રાયસિંગ વસાવા મામુલી ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા. નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

 

संबंधित पोस्ट

बीजेपी MLA बोले- किसान आंदोलन में चल रही चिकन बिरयानी, बर्ड फ्लू फैलने का खतरा

Vande Gujarat News

ગુમનામ ચિઠ્ઠીથી ખૂલ્યું કલોલના નિવૃત્ત નાયબ મામલતદારનું 30 કરોડની બેનામી સંપત્તિનું કૌભાંડ

Vande Gujarat News

कोरोना काल में आतंकी-अपराधियों ने खुद को किया मजबूत, इंटरपोल ने किया खुलासा

Vande Gujarat News

राम मंदिर निर्माण में आएगा 1100 करोड़ का खर्च, ऑनलाइन मिला 100 करोड़ का चंदा

Vande Gujarat News

હર ઘર દસ્તક 2.0” અંતર્ગત ૪૦ દિવસમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના રસીકરણ

Vande Gujarat News

સુરેન્દ્રનગરમાં જમાઇ બન્યો જમ:બે હાથમાં ખુલ્લેઆમ છરી લઇ સાસરીમાં ત્રાટક્યો જમાઈ, સાળી-સસરાનું ઢીમ ઢાળી દીધું

Vande Gujarat News