



સાંસદ અહમદભાઇ પટેલે તેમના શુભેચ્છા સંદેશામાં જણાવ્યું છે કે, દિપાવલી પર્વે પ્રજા જીવનનું ઉત્સવરૂપ, પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે. ચોતરફ દેશમાં રાગ-દ્વેષ, વેરઝેર અને અરાજકતા પ્રર્વતી રહી છે. આ ઉપરાંત પ્રર્વતમાન સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સર્વત્ર સામાજિક અને આર્થિક કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ કપરો સમય પણ આ પર્વના પ્રભાવમાં શમી જાય અને લોકો સત્વરે સ્વસ્થ, તંદુરસ્ત અને ભયમુકત બની રહે તેવી દિપાવલી અને નુતનવર્ષ સપન્ન બને તેવી સહદય શુભેચ્છાઓ પાઠવી છે.