



ભરૂચ જિલ્લામાં વાહન વ્યવહારથી ધમધમતા ઝાડેશ્વર કેબલ બ્રિજ નજીક કારમાં આગ ભભૂકી ઉઠતા ગભરાટ સાથે નાસભાગ મચી જવા પામી હતી.
સદનસીબે કારમાં સવાર તમામ સમય સુચકતા વાપરી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.
ભરૃચના ઝાડેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટોલ પ્લાઝાથી કેબલ બ્રિજ પાસે વાપીથી અમદાવાદ જઈ રહેલા ભટ્ટ પરિવારની કારમાં શોર્ટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી .
સદનસીબે કારમાં સવાર ડ્રાઇવર તથા અન્ય ત્રણ વ્યક્તિ મળી કુલ 4 વ્યક્તિઓ આગ લાગતા જ કારમાંથી બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો.
આગની જાણ થતાં સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.તે દરમ્યાન બનાવની જાણ થતાં ભરૂચ નગર પાલિકા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.આગમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ કાર સળગીને ખાખ થઈ ગઈ હતી.
કાર ટોલ પ્લાઝા પસાર કરી કેબલ બ્રિજ નજીક પહોંચતા જ ટોલ પ્લાઝા અને કેબલ બ્રિજ વચ્ચે કારમાં સોર્ટ સકટના કારણે આગ લાગતાં હાઈવે પર ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી.
જેને પૂર્વવત કરવા માટે ટ્રાફિક બ્રિગેડે ભારે મહેનત કરવી પડી હતી.