



- ભરૂચમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ અને પુરથી ખેડૂતોની કપરી પરિસ્થિતિ સર્જાઇ હતી
- જિલ્લામાં પૂરમાં થયેલા નુક્સાનની 79 હજાર અરજીઓ ખેડૂતો દ્વારા કરાઇ હતી
ભરૂચ જિલ્લામાં ઓગસ્ટ- સપ્ટેમ્બર મહિનામાં સર્જાયેલા પુર અને અતિવૃષ્ટિને કારણે જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. લોકડાઉન દરમિયાન ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા હતા ત્યારબાદ કુદરતના કહેરથી ખેડૂતોની પરિસ્થિતિ કપરી થઇ હતી.
જોકે ભરૂચ જિલ્લાના 73 હજાર ખેડૂતોને પાકની ચૂંટણીના 105 કરોડ રૂપિયાનું ચુકવણુ થઇ જતા ખેડૂતોની દિવાળી સુધરી છે. ખેડૂતોના પાકની નુકસાની, જમીનનું ધોવાણ સહિતની કુદરતી આફત તૂટી પડી હતી. રાજ્ય સરકારે ખેડૂતોના પાકની નુકશાનીની ગણતરી કરવા માટે કર્મચારીઓ મેદાને ઉતાર્યા હતા. જેનું ફાઇનલાઇઝ ગાંધીનગરથી ચકાસણી માટે આવેલી અધિકારીઓની ટીમે કર્યુ હતુ. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ પાક નુકસાનીની અરજી કરાઇ રહી હતી. જે 31 ઓક્ટોબર સુધીમાં 79 હજારથી વધુ અરજીઓ કરાઇ હતી. જેમાંથી 73 હજાર ખેડૂતોને પાકની નુકસાનીનું ચુંકવણી કરાઇ ગયુ છે.
ભરૂચ જિલ્લામાંથી જંબુસર તાલુકામાંથી સૌથી વધારે અરજીઓ કરાઇ હતી જ્યારે સૌથી ઓછી નેત્રંગ તાલુકામાંથી ખેતીના પાકની નુકસાનીના વળતર માટે અરજીઓ કરાઇ હતી. એક ખેડૂતને બે હેક્ટરની મર્યાદામાં લાભ અપાયો છે. પ્રતિ હેક્ટર ખેડૂતને નુકશાનીના 10 હજાર રૂપિયા લેખે ચુંકવણુ કરાયુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અરજીઓ ઓનલાઇન કરવાના પ્રથમ અઠવાડિયામાં વીસીઇની રાજ્યવ્યાપી હડતાળને કારણે શરૂઆતમાં ખેડૂતોને ઓનલાઇ અરજી કરવામાં હાલાકી પડી હતી. જોકે બાદમાં ઓનલાઇન અરજી કરવાનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો.
તાલુકા પ્રમાણે પાક નુકસાનીની અરજી | |
આમોદ | 10709 |
અંકલેશ્વર | 6842 |
ભરૂચ | 11429 |
હાંસોટ | 5,527 |
જંબુસર | 19199 |
નેત્રંગ | 3378 |
વાગરા | 8417 |
વાલિયા | 5368 |
ઝઘડિયા | 8,979 |
કુલ | 79848 |