



ભરૂચમાં શનિવારે મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના રેસ્ક્યુઅર જયેશ પરીખ સાથે શીલા પટેલે જી.એન.એફ.સી. ટાઉનશીપમાંથી ઈજાગ્રસ્ત મોરનું રેસ્ક્યુ કર્યું હતું. શ્વાને મોરને બચકાં ભરી લેતાં ઈજાગ્રસ્ત થયો હતો. દિવાળીની રજા હોવાથી ગુજરાત સરકારના આઈ.સી.ડી. પ્રોજેકટના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ આર.એન. નાઈના ઘરે લઈ જઈ ટ્રીટમેન્ટ અપાવી ફોરેસ્ટ ઓફિસર પાટીલના માર્ગદર્શન હેઠળ ઝાડેશ્વર સ્થિત રેવા નર્સરીમાં મોરને મુકવામાં આવ્યો હતો.