Vande Gujarat News
Breaking News
Breaking NewsGujaratHealthVadodara

દર્દીઓને ઘરમાં દિવાળી ઉજવાતી હોવાનો અહેસાસ કરાવવા નર્સ બહેનો એ સલામતી ની તકેદારીઓ પાળી અને ભારતીય પરંપરા પ્રમાણે સાડી પહેરી કોરોના વોર્ડમાં દીપ પ્રગટાવ્યા

સંજય પાગે – કોરોના ની મહામારી સામે અમે હાર સ્વીકારતા નથી ની ભાવના સાથે સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં આરોગ્ય ના કર્મયોગીઓ એ કોવિડ પીડિતો સાથે ઉજવી દિવાળી…

કોરોના સંક્રમિત હોવાથી અને સારવાર હેઠળ હોવાથી દીપોત્સવી ના પવિત્ર પર્વે તેઓ સ્વજનો થી અને ઘર પરિવાર થી દુર હતા.
જો કે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ,દર્દીઓની માફક જ દિવાળીના ,વર્ષના સહુ થી મોટા પર્વના દિવસે સ્વજનો અને ઘર પરિવાર થી દુર રહીને ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ સહિત આરોગ્યના કર્મયોગીઓ એ તેમની સાથે પરંપરા પ્રમાણે દિવાળી ઉજવીને ,તેઓ ઘર થી દુર અને એકલવાયા હોવાની જરાય અનુભૂતિ થવા દીધી ન હતી.


આ સ્ટાફ છેલ્લા 6 મહિના થી રાત દિવસ એક કરીને કોરોના ના રોગીઓને રોગમુક્ત કરવાની ફરજ બજાવી રહ્યો છે.આ દરમિયાન આવેલા તમામ તહેવારો,પર્વો અને ઉત્સવો તેમણે લગભગ દવાખાનામાં,દર્દીઓની સાથે જ ઉજવ્યા છે.તે દરમિયાન તે માહેના કેટલાક જાતે સંક્રમિત થયા,સારવાર લીધી,રોગમુક્ત થયા અને પાછા દર્દી સેવામાં લાગી ગયાં છે.


એ સેવા ધર્મની પરંપરા પાળવા તબીબો એ અને અન્ય આરોગ્ય કર્મચારીઓ એ પર્વની રજાઓ નો,વેકેશન નો ભોગ આપ્યો છે.અને ગઇકાલે તેમણે દિવાળી પણ દર્દીઓ સાથે ઉજ્વીને,કોરોના ભલે અઘરી મહામારી હોય,રોગીઓને સાજા કરવાના અમારા ઉત્સાહને,ઝનૂન ને પરાસ્ત નહિ કરી શકે એવો સંદેશ આપવાની સાથે,દર્દીઓને,દવાખાનામાં ઘર જેવી દિવાળીનો અનુભવ કરાવીને,તેમના સાજા થવાના મનોબળને વધુ મક્કમતા આપી છે.


નર્સિંગ સ્ટાફ ને લાગ્યું કે રોજિંદા ગણવેશમાં જ આ ઉજવણીમાં જોડાઈશું તો દર્દીઓ ને દવાખાના ના વાતાવરણ માં થી મુક્તિ નો અનુભવ નહિ થાય એવા શબ્દો સાથે વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તેના પગલે ફરજ પરની નર્સ બહેનો એ, કોવિડ વિષયક તમામ સાવચેતીઓ પાળી અને તકેદારી લઈને ,ભારતીય પરંપરા અનુસરીને સાડી માં જ ઉજવણી માં જોડાવાનો નિર્ણય લીધો..

પરિણામે દિવડા ના ઝગમગાટ સાથે ઉત્સવમાં અનેરી રંગ સભરતા ઉમેરાઈ અને દર્દીઓ ઘર જેવા જ ઉત્સાહ સાથે દિવાળી માણી શક્યા.અનેક દીપકો ના પ્રકાશ થી એક નવી આશાના કિરણો રેલાયા અને દર્દ અને દવાખાનું ભુલાઈ ને દિવાળી જ મનમાં રમતી રહી. મીઠાઈ પણ વહેંચવામાં આવી જેની મીઠાશ થી રોગની કડવાશ ઓસરી ગઈ.

संबंधित पोस्ट

નેત્રંગ પોલીસે ફૂલવાડી ચોકડી પાસેથી ટ્રકમાં લઇ જવાતા ૧૮ પશુઓને મુકત કરાવી એક ઈસમને ઝડપી પાડ્યો, જયારે અન્ય વોન્ટેડ 

Vande Gujarat News

POKના ગિલગિત – બાલ્ટિસ્તાનને પાકે. પોતાનો પાંચમો પ્રાંત જાહેર કરતાં હોબાળો, ઇમરાનની સરકારે વિશેષ દરજ્જો આપવાની જાહેરાતથી પાક.માં ભડકો

Vande Gujarat News

નર્મદા સંગમના દર્શન:1000 મીટરની ઊંચાઇથી નર્મદા સંગમના દર્શન

Vande Gujarat News

बीजेपी में संगठन स्तर पर 3 बड़े बदलाव, सौदान सिंह बने राष्ट्रीय उपाध्यक्ष

Vande Gujarat News

ગુજરાતી ભાષાની સજ્જતા, સરક્ષણ અને સજ્જતા માટે કાર્યક્રમ યોજાયો

Admin

જબુંસર તાલુકાના મહાપરા ગામેથી માટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડતું ખાણખનિજ વિભાગ, બે જેસીબી અને 12 ટ્રેક્ટર કબજે લીધા

Vande Gujarat News