



આજ રોજ WORLD REMEMBRANCE DAY નિમિત્તે ભરૂચ 108 Team દ્વારા અકસ્માત મા મૃત્યુ પામેલા મૃતક આત્માઓને મીણબત્તી સળગાવી અને શ્રદ્ધાંજલિ આપવામા આવી.
જે અંતર્ગત ૧૦૮ સ્ટાફ, RTO પોલીસ સ્ટાફ, TRAFFIC પોલીસ STAFF હાજર રહી અકસ્માત નાં થાય તેના અને તકેદારી ના શપથ લેવામા આવ્યા હતા.
108 નો સ્ટાફ દ્વારા અકસ્માતમાં તેમજ અન્ય કારણોસર મૃત્યુ નીપજેલ તમામ મૃતક આત્માઓ માટે 2 મિનિટ નું મૌન પણ પાળવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આર.ટી.ઓ. ના મુખ્ય અધિકારી મેઘલભાઈ પંચાલ ટ્રાફિક ના નિયમોનું માર્ગદર્શન તથા સૂચનો પૂરા પાડ્યા હતા. શ્રદ્ધાંજલિ સભા માં ૧૦૮ જિલ્લા અધિકારી અશોક મિસ્ત્રી, ૧૦૮ કર્મચારી, RTO ના કર્મચારી ઓ એ ભાગ લીધો હતો.