



ગુજરાતમાં કોરોના મહામારી વકર્શે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. વચ્ચે થોડાં સમય બાદ કોરોના કેસોમાં આવેલા ઘટાડા બાદ ફરીથી કોરોનાએ રાજ્યમાં માથું ઉંચક્યું છે. મહાનગરોમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.
રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1170 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1001 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 06 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,803 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,71,932 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 49,842 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 68,37,282 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે.
આજે નોંધાયેલા કુલ 1170 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 144 અને જિલ્લામાં 43 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 202 અને જિલ્લામાં 17 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 104 અને જિલ્લામાં 36 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 87 અને જિલ્લામાં 63 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 67 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 12,508 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,71,932 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3803 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.30% છે.