



ભરૂચ જિલ્લામાં દિવાળીની રાત્રીએ આગની 4 ઘટનાઓ બની હતી જેમાં ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર ખુલ્લા પ્લોટમાં વેપાર કરી રહેલા ડેરા તંબુમાં ચાર સ્ટોલ બળીને ખાખ થઇ ગયા હતા. ભરૂચ જિલ્લામાં દિવાળીની રાત્રી આગની જ્વાળામુખીથી ઝળહળી ઊઠી હતી જેમાં ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ ઓરીએન્ટ આરકેટની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં ચારથી પાંચ જેટલા વેપારીઓ ડેરાતંબુ ટાણી વેપાર કરી રહ્યા હતા અને મોડી રાત્રિએ તેઓ ડેરા તંબુ માં જ ઊંઘી જતા હતા વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કેટલાક તત્વો મસ્તી મજાક ના મૂડ માં ફટાકડા ફોડી રહ્યા હતા.
જેનો તણખો એક સ્ટોલ પડતા આગની ઘટના બની હતી જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સાથે kadri ના વેપારી ગારમેન્ટ ના વેપારી ચાના સ્ટોલ સહિત અન્ય સ્થળોએ ૪ સ્ટોલ માં આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે આગ ઉપર કાબુ મેળવવા માટે સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરો ને જાણ કરી હતી પરંતુ ફાયર ફાયટરો પણ આવે તે પહેલાં આગની જ્વાળા મુખી ભભૂકી ઉઠી હતી જેના પગલે કેટલાક લોકોએ આગ ની ઘટના નજીક આનંદ મેળા માટે ભણવામાં આવેલા જળકુંડમાં રહેલા પાણીનો છટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.
પરંતુ આગ ઉપર કાબુ મેળવવા માટે નિષ્ફળ નિવડ્યા હતા જોકે મોડે મોડે પણ ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા જે સતત એક કલાક બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આગ ઉપર પાણી મારો ચલાવવા માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટર ના શૈલેષ શાસીયા પણ પગના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા છતાં પણ તેઓએ આગ ઉપર કાબુ મેળવવા માટે લાગી ગયા હતા જોકે આગની ઘટનામાં લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.
ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત શ્યામ વિલા સોસાયટીની સામે ઉમરા ગ્રામ પંચાયતની હદમાં ખુલ્લા પ્લોટમાં રહેલ ઘાસમાં આગ ભભૂકી ઉઠતા એક તબક્કે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જોકે ફટાકડાના તણખાથી આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ ફાયર વિભાગ કરી રહ્યું છે પરંતુ ઘાસમાં પણ આગની ઘટનાથી આસપાસના રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેતા સ્થાનિકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
અંકલેશ્વરમાં ફટાકડાની લારીમાં આગ
અંકલેશ્વરના ત્રણ રસ્તા નજીક જાહેર માર્ગ ઉપર હાથ લારીમાં ફટાકડાનો જથ્થો રાખી વેપાર કરી રહેલા વેપારી ની લારી ઉપર સળગતું રોકેટ પડતા એકાએક ફટાકડાના ધડાકાથી આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને આગની ઘટનાઓને પગલે નજીકથી પસાર થતાં વાહન ચાલકોમાં પણ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો