Vande Gujarat News
Breaking News
Breaking NewsGovtHealthIndiaNationalScienceWorld News

ભારત બાયોટેકની કોરોના વેક્સિન Covaxinની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ

ભારતમા બાયોટેકની કોરોના વેક્સિનની ત્રીજા સ્ટેજની ટ્રાયલ શરૂ થઇ ગઈ છે. કંપનીએ કોરોના વેક્સિનના રસીકરણને લઇને ICMR સાથે ભાગીદારી કરી છે. આ રસીકરણનુ ટેસ્ટિંગ ત્રીજા સ્ટેજમા સોમવારે શરૂ થઇ ગયુ છે.

ભારત બાયોટેક દુનિયાની એકમાત્ર વેક્સિન કંપની છે, જેની પાસે જૈવ સુરક્ષા સ્ટેજ-3નુ ઉત્પાદન કરવાની સુવિધા છે. ગયા મહિને કંપનીએ કહ્યુ હતુ કે તેમણે પહેલા અને બીજા સ્ટેજનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધુ છે અને તેઓ 26,000 લોકો પર ત્રીજા સ્ટેજના ટેસ્ટિંગની તૈયારી શરૂ કરવા જઇ રહ્યા છે. જેને લઇને એક વેબસાઇટની લિંક શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે કંપનીએ 2 ઓક્ટોબરના રોજ ભારતીય ઔષધ મહાનિયંત્રક પાસેથી રસીના ત્રીજા સ્ટેજના ટેસ્ટિંગ માટે મંજુરી માગી હતી. જ્યારે, કંપની કોરોના સંક્રમણ માટે એક નવી વેક્સિન પર પણ કામ કરી રહી છે. એક નાક વાટે ડ્રોપના રૂપમા આપવામા આવશે. આ વેક્સિન આગામી વર્ષ દરમ્યાન તૈયાર થઈ જશે.

અમેરિકાની કંપનીએ પણ દાવો કર્યો

હાલમા જ અમેરિકાની કંપની મોડર્નાએ દાવો કર્યો હતો કે તેની કોરોના વેક્સિન 94.5 % અસરકારક સાબિત થઇ છે. લેટ-સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલના શરૂઆતના ડેટા અનુસાર, કંપનીએ આ દાવો કર્યો છે. આ અઠવાડિયાની અંદર વેક્સિનના સફળતાપૂર્વકના ટ્રાયલનો દાવો કરનાર મોડર્ના અમેરિકાની બીજી કંપની છે.

આ પહેલા ફાઇઝર કંપનીએ દાવો કર્યો હતો કે તેમની વેક્સિન 90% અસરકારક સાબિત થઇ છે. બંન્નેની વેક્સિનની સફળતાનો જે દાવો કરવામા આવી રહ્યો છે, જે તેમની આશા કરતા વધારે છે. જો કે નિષ્ણાંતો વેક્સિનના 50થી 60% સુધી સફળ થવાની આશા રાખે છે.

संबंधित पोस्ट

ગુજરાતમાં કોવિશિલ્ડના 2340 ડોઝ આર્મી માટે ફાળવાયા, આજે બીજો જથ્થો આવશે

Vande Gujarat News

गुलाम नबी आजाद ने आलाकमान पर साधा निशाना, कार्यकर्ताओं को लेकर उठाया ऐसे गंभीर सवाल

Vande Gujarat News

વિપક્ષની ઉગ્ર રજૂઆત : ભરૂચ નગર પાલિકામાં ત્રણ મહિનાથી 12 કરોડની ગ્રાન્ટ જમા હોવા છતા કામો ન થતા હોવા ની રાવ

Vande Gujarat News

કેવડિયા ખાતે આરોગ્યવન, ધ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને એકતા મોલનું લોકાર્પણ, કેવડિયા ફરવાનો ખર્ચ વ્યક્તિદીઠ રૂ.2920 જ્યારે બાળકોનો રૂ.920 થશે.

Vande Gujarat News

કોલીયાદ ગામે ગેરકાયદે માટી ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું

Vande Gujarat News

ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં BJPનો ભગવો લહેરાયો, કોંગ્રેસના સૂપડા સાફ

Vande Gujarat News