



અંકલેશ્વરમાં હસ્તી તળાવ ખાતે બનનાર પ્રધાન મંત્રી આવાસ યોજના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પડતી મુકવામાં આવી છે. ગરીબ અને મધ્યમવર્ગીય 750 જેટલા પરિવારો અરજી કરી હતી. લોકો 15000 થી લઇ 1.20 લાખ રૂપિયા સુધી ભર્યા હતા. પોતાના પરત રૂપિયા મેળવા વડોદરા સુધીનો ધક્કો લોકો ખાવો પડી રહ્યો છે. સરકારે 3.50 અને 4.50 લાખ રૂપિયા મકાનના સ્વપ્ન ગરીબો તોડી નાખતા લોકો આક્રોશ ફેલાયો છે. કરોડો રૂપિયા જમા થયા બાદ અનેક કારણો આગળ ધરી યોજના પડતી મૂકી દેવામાં આવી છે. આ અંગે RTI કરવામાં આવતા અંતે હકીકતો સપાટીએ આવી છે.
અંકલેશ્વર ખાતે પણ 2016ના સપ્ટેમ્બર મહિનામા રાજય સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. હસ્તી તળાવ ખાતેની ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની જગ્યામાં આ પ્રોજેક્ટ ઉભો કરવાનું પ્લાનિંગ થયું હતું. આ જાહેરાતને પગલે અંકલેશ્વરના 750 થી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો અરજી કરી હતી. અને તેમના આવાસો મંજુર થતા તેવો પ્રાથમિક 15000 થી લઇ મકાનની 20 % રકમ એટલે 1.20 લાખ રૂપિયા સુધી વિભાગમાં જમા કરાવ્યા હતા. લોક પાસે ઉધાર અને લોન લઇ મકાન મળવાની આશાએ રૂપિયા ભરનાર પરિવારોની આશા 3 વર્ષે પણ ફરી ભૂત થઇ નથી અને સરકાર દ્વારા યોજનાને પડતી મૂકી દેવામાં આવી છે. સમગ્ર ઘટના જાગૃતિ નાગરિક દ્વારા કરવામાં આવેલ આર.ટી.આઈને લઇ બહાર આવી છે. જે આર.ટી.આઈનો જવાબ ના મળતા અધિકારીઓ ગલ્લા-ટલ્લા કરવા લાગ્યા હતા અને આ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા અંતે તપાસ કરતા યોજના પડતી મુકવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
અધિકારીઓ ટેક્નિકલ મુદ્દાને લઇ યોજના પડતી મૂકીનું રટણ
ગુજરાત હોઉંસિંગ બોર્ડ ના કાર્યપાલક અધિકારીને પુછાતા આ યોજનાને પડતી મુકવામાં આવી છે વધુ વિગત આપવા માટે અધિકારીઓ ગલ્લા-તલ્લા કરી રહ્યા છે. અને રૂબરૂ માં ચર્ચા માટે આવવાનું કેહતા હતા. હાલ આ યોજના માં કેટલાક ટેકનીકલી મુદ્દાઓને લીધે જમીન N/A ના થઇ શકવાના કારણે યોજના પડતી મુકવામાં આવી છે અને અમો દ્વારા અધિકારીક પરિપત્ર ની માંગણી કરવામાં આવતા એ બાબતે સ્પસ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. – સલીમ પટેલ, સભ્ય પ્રકૃતિ સુરક્ષા મંડળ, અંકલેશ્વર
યોજના પડતી મૂકી છે
યોજનાને ટેક્નિકલ કારણોસર પડતી મુકવામાં આવી છે. પ્રોજેક્ટ પડતો મૂકી લોકો રિફંડ આપવામાં આવી રહ્યું છે. – હિમાશું રાય, કાર્યપાલક ઈજનેર, ગુજરાત હાઉસિંગ બોર્ડ
જો આ રૂપિયા બેંકમાં ભર્યા હોત તો વ્યાજ પણ મળત, એ પણ આપવા તૈયાર નથી
અંકલેશ્વરના લાભાર્થીઓ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યોજના કેમ બંધ કરવામાં આવી છે. તે પણ જણાવતા નથી અમે લોકો રૂપિયા ભરેલા તે રૂપિયા લેવા પણ વડોદરા સુધી જવું પડે છે અને ફોર્મ ભર્યાના દોડ મહિના બાદ જ રૂપિયા આપવાનું નક્કી થયા છે. લોકો ઉછીના, વ્યાજ લઇ, બેંક લોન લઇ રૂપિયા ભર્યા હતા. જો આ રૂપિયા બેંકમાં ભર્યા હોત તો વ્યાજ પણ મળતે એ પણ આપવા તૈયાર નથી.