



વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા કેવડિયા કોલોનીને હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી ચૂક્યું છે. જેના અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટ્સ અને આકર્ષણો શરૂ કરવામાં આવ્યા છે. જેના અનુસાર કુલ 21 પ્રોજેક્ટ તૈયાર થઇ કરાયા છે, જેમાંથી 17 પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદી દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાં સી પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, બટર ફ્લાય ગાર્ડ, એકતા મોલ, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, સહિતના અનેક પ્રકલ્પોને ખુલ્લા મુકવામાં આવ્યા છે.
પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે બંધ રહેવાના અહેવાલ મળી રહ્યા છે, જેના કારણે જો તમે દિવાળીના તહેવારોમાં ત્યાં ફરવાનું વિચારી રહ્યા હોય તો માંડી વાળજો. કારણ કે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેવાનું છે, આ સિવાય ગ્લો ગાર્ડન, સફારી પાર્ક પણ બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી લઈને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
દિવાળીનું વેકેશન પડતાની સાથે જ પ્રવાસીઓ માટે પસંદગીનું પહેલું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં બંધ થયેલા કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. દિવાળી વેકેશન પડતાં જ ગુજરાતી પરિવારો પોતાના પરિવાર સાથે પ્રવાસની મજા માણવા મુસાફરી ખેડતા હોય છે. તેવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન સ્થળોને વધુને વધુ અગ્રતા આપી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના તમામ પ્રવાસન સ્થળોએ દિવસે દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યું છે.
દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખી જંગલ સફારી પાર્કની ટિકિટની સંખ્યા પણ બમણી કરી દેવામાં આવી છે અને સાથોસાથ તા.31થી શરૂ થયેલા સી પ્લેન અને ક્ઝ (નૌકા વિહાર )નો આનંદ પણ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે.