



ભરૂચના ચકલા વિસ્તારના નાના ભૂલકાઓએ એક ખુબ મહત્વનું પગલું લીધું જે મોટી ઉમર ના માણસો ને વિચારતા કરી મૂકે
પૌરાણિક સમયથી થી નવા વર્ષે “સબરસ ” વેચવા નાના ભૂલકા ઓ વહેલી સવારે નીકળતા હોય છે અને વડીલો તેમની પાસે થી “સબરસ” ખરીદી નવા વર્ષ ની શુભ શરૂઆત કરતા હોય છે.
ચકલા વિસ્તાર ના છત્રીવાળા પરિવાર ના વડીલ વિનોદભાઈ ગૌ માતા પ્રત્યે અતૂટ અને અનન્ય ભાવ અને ભક્તિ ધરાવે છે, તેમના પૌત્રો અને અન્ય બાળક એ નવા વર્ષે નાના ભુલકાંઓએ સબરસ વહેલી સવારે ઉઠી આજુબાજુ ફળીયા માં ફરી સબરસ વેચી આવક મેળવી અને સાથે ગૌ માતા નો ગલ્લો (cow bank ) લઇ સબરસ વેચવા નીકળેલ હતા.
તેમાંથી મીઠા ની ખરીદ કિંમત બાદ કરી નફા ની રકમ રૂપિયા ૩૮૦ લ/- ગૌ માતા માટે દાન તરીકે ભરૂચ પાંજરાપોળ માં આપવાનું નક્કી કરેલ. થોડા દિવસ આગાઉ ભરૂચ ચકલા વિસ્તાર માં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર ની દાન ની આવક માંથી વિનોદભાઈ છત્રીવાળા, શ્રી રોમેશભાઈ પારેખ, શ્રી ટેલર ના સાથે મળી પાંજરાપોળ માં માતબર રક્મ દાન માં આપેલ. આ કાર્યથી નાના બાળકોમાં સારા સંસ્કાર નું સિંચન થાય જે આવકારદાયક છે અને તેઓ અભિનંદન ને પાત્ર છે. તમામ બાળકો અને તેમના વાલીઓને પાંજરાપોળના ટ્રસ્ટી તેમજ એડવોકેટ એન્ડ નોટરી ભરૂચ મહેન્દ્ર કંસારા એ પણ અભિનંદન પાઠવ્યા હતા
બાળકો ના નામ :-
(૧) જીનિત પ્રજ્ઞેશભાઈ છત્રીવાળા, ધોરણ -૪, એમિટી સ્કૂલ
(૨) હર્ષ અક્ષયભાઈ છત્રીવાળા, ધોરણ -૫, એમિટી સ્કૂલ
(૩) આકાશ દિનેશભાઇ માલી, ધોરણ -૬, યુનિયન સ્કુલ