Vande Gujarat News
Breaking News
Breaking NewsDharmIndiaLifestyleNatureOtherVadodara

વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ દિવાળીમાં કિલ્લા બનાવવાની મહારાષ્ટ્રીયન પરંપરા હજી પણ જીવંત રાખી, કેમ બનાવે છે કિલ્લા ? જુઓ “વંદે ગુજરાત” સમાચાર માં

મહારાષ્ટ્ર અને ગુજરાત એક બીજાથી અલગ થયા છતાંયે સાંકૃતિક અને ઉત્સવોની ઉજવણીમાં એક બીજા સાથે જોડાયેલા છે. દરેક ઉત્સવોની ઉજવણીમાં બંને ગુજરાત અને મહારાષ્ટ્ર એક બીજા સાથે સંકળાયેલ છે અને ઉત્સવો ઉજવે છે ઉત્તરાયણ ,નવરાત્રી,જન્માષ્ટમી, દિવાળી ની ઉજવણીમાં બંને રાજ્યો પરંપરા જાળવી રાખી છે.

દિવાળીની ઉજવણીમાં મહારાષ્ટ્ર માં ઠેર ઠેર કિલ્લા બનાવે છે.ત્યારે વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દિવાળીમાં શિવાજી મહારાજે બનાવેલા અભેદ કિલ્લાની પ્રતિકૃતિ બનાવું છે.જેને સજાવીને તેને લાઇટિંગ કરવામાં આવે છે.

વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ દિવાળીમાં કિલ્લા બનાવવાની મહારાષ્ટ્રીયન પરંપરા હજી પણ જીવંત રાખી છે. કોરોના કહેરને કારણે બાળકો નાં ગ્રૂપ માટે કિલ્લા વનાવવાની સ્પર્ધાનું આયોજન કરવા આવ્યુ નથી .વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર રહેતા એક મહારાષ્ટ્રીયન પરીવારે રાજા રાજવાડાઓ દુશ્મનોથી બચવા ડુંગર પર કિલ્લો બનાવે છે તેવો કિલ્લો બનાવ્યો છે.આ કિલ્લો બનાવવા માટે તેઓને ચાર દિવસનો સમય લાગ્યો. કિલ્લાની રચના જોઈએ તો શરૂઆતમાં મુખ્ય દરવાજો છે. જે ગૌ મુખી પ્રકારની રચના છે. સીધા જઈએ ત્યાંથી જમણી બાજુ જવું પડે.સીધો દરવાજોના આવે. સીડીઓ દ્વારા બાજુ જવું પડે. બીજી એક ખાસિયત છે આ કિલ્લા જે સૌથી ઊંચી જગ્યા પર બનાવે છે.જ્યાં મ ખાસ કરીને રાજા રાણી આ કિલ્લાની અંદર હોય છે. અનાજ તેમજ ધાન્યનો કોઠાર પણ આ કિલ્લા માંજ હોય છે.આ કિલ્લો બનાવવા માટે ખાસ માટીનો ઉપયોગ કરાયો છે અને તેનું બ્યુટીફીકેશન કરવા માટે કપચી તોડીને તેનો ઉપયોગ કરાયો છે.

શિવાજી મહારાજ કિલા નીચે પોતાના સૈનિકોને રાખતા હતા.જેથી ઘુસણખોરી કરનારાઓ સામે નીચેથી જ લડી શકાય અને તેમને રોકી શકાય.

આ કિલ્લામાં ,સીડીઓ ,રોપવે, રાણીનો મહેલ,બનાવવામાં આવ્યો છે. રાજા અને લશ્કર માટે પાલકી દરવાજો, રાણીઓ અને તેમની મહિલાઓ માટે મીના દરવાજો જે રાણીવાસ સુધી જાય અને ત્રીજો દરવાજો સીધો દરબાર સુધી જાય છે. આમ કિલ્લાની રચના કરવામાં આવતી હોય છે.

આ કિલ્લામાં ઘુસવા માટેનો માત્ર એક જ રસ્તો છે.જેને મહા-દરવાજા તરીકે ઓળખવામાં આવે છે. હાલ તો આ કિલ્લો ખંડહરના સ્વરૂપે છે. આમ છતાં અવશેષો દ્રારા તેનો ગૌરવપૂર્ણ ઈતિહાસ ચમકી રહ્યો છે. મુખ્ય કક્ષમાં રાણીનો કમરો અને અન્ય છ કક્ષ આવેલા છે. ત્રણ નિગરાની બૂર્ઝ એટલે કે વોચ ટાવર પણ હતા.જેમાંથી એક ધ્વંસ થઈ ચૂક્યો

संबंधित पोस्ट

दिल्ली दहलाने की साजिश नाकाम, पकड़े गए जैश-ए-मोहम्मद के दो आतंकी

Vande Gujarat News

ભરૂચ પોલીસ નવરાત્રી 2022 આયોજિત ગરબા મહોત્સવમાં વડીલોના ઘર ખાતેથી આવેલ વડીલોએ માં અંબા ની આરાધના કરી, ગરબે ઘૂમ્યા

Vande Gujarat News

સોનુ ખરીદવા માટે વેપારી પાસેથી રૂા. 3.55 કરોડ લઈને છેતરપિંડી, સસ્તા ભાવે ગોલ્ડ આપવાનું કહી મીઠાખળીના વેપારીને છેતરી દોઢ કરોડની કાર પણ લઈ લીધી

Vande Gujarat News

જ્યોતિષના આ ઉપાયોથી તમને લવ લાઈફમાં મળશે સફળતા, જીવનસાથીની શોધ પૂર્ણ થશે.

Admin

मसूरी IAS अकैडमी में 24 और IAS ट्रेनी कोरोना पॉजिटिव पाए गए

Vande Gujarat News

बीजेपी अध्यक्ष जेपी नड्डा कोरोना पॉजिटिव, कहा- तबीयत ठीक है, होम आइसोलेशन में रहूंगा

Vande Gujarat News