



સંજય પાગે – વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે પાવાગઢ ખાતે દર્શનાર્થે જતા આઇસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરત થી પાવાગઢ જતા આઇસર ટેમ્પો ટ્રેલર સાથે ભટકાતા 9 લોકોના મોત થતા છે. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે.
જેમાં આઇસર ટેમ્પોમાં સવાર યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા હતા. ફાયર વિભાગની ટીમે સ્થળ ઘટના ઉપર એ કામગીરી શરૂ કરી ગંભીર રીતે ઘવાયેલા ને સયાજી હોસ્પિટલ ખસેડયા હતા.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક સારવાર ખાતે Add. CP કલેકટર અને SDM પહોંચ્યા હતા. SSG હોસ્પિટલ ના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક ખાતે હાજર થઈ ગયા હતા. બનાવ માં ૧૭ યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ જયારે ૯ યાત્રીઓ ના નિપજ્યા મોત જેમાં ૧ બાળક ,૫ મહિલા,૩ પુરુષ નો સમાવેશ થાય છે. ઘટનાના પગલે રાજ્યના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરી અને અધિકારીઓને મૃતકો, ઇજાગ્રસ્તોને તેમજ તેમના પરિજનોને પૂરતી મદદ કરવાનો આદેશ કર્યો છે.
સુરત થી પાવાગઢ જતા ટેમ્પો ને વહેલી સવારે વડોદરા નજીક અકસ્માત થયો હતો જેમાં 9 મરણ અને 17 ને ઈજાઓ થઈ છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ તમામને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણકારી મળતાં જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ ,ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સયાજી હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તો ને જરૂરી સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે આ ગમખ્વાર અકસ્માતમાં 5 મહિલાઓ,3 પુરુષો અને 1 બાળક મળીને 9 વ્યક્તિઓના મરણ ને દુઃખદ ગણાવતા શોક ની લાગણી વ્યક્ત કરી હતી.
વડોદરા અકસ્માત પર PM મોદીએ ટ્વિટ કરી અકસ્માતની દૂર્ઘટનાથી દુઃખી હોવાનું જણાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેમજ ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. ઘાયલોને તમામ સહાયતા કરવા તંત્રને આદેશ કર્યા છે.