



વર્ષ 2017માં ચીખલી બ્રાન્ચમાં થયેલી 2 કરોડથી વધુના ગોલ્ડની લૂંટનો ગુનો પણ ઉકેલાયો
ભરત ચુડાસમા – અંકલેશ્વર IIFL બ્રાંચ ખાતે થયેલ ચકચારી 3.29 કરોડ કિંમતના સોનાની તથા અન્ય રોકડ રકમની લુંટ તથા નવસારી જીલ્લાના ચીખલી IIFL બ્રાંચમાં જુલાઇ 2017 માં થયેલ 2 કરોડથી વધુ કિંમતના સોનાની લુંટનો ભેદ ઉકેલી લુંટ માં વપરાયેલ ફોરવ્હીલ ગાડીઓ , હથિયાર , રોકડ રકમ તથા સોનું મળી કુલ રૂા .2,73,46,307 નો મુદામાલ કબ્જે કરી 4 આરોપીઓને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા છે.
દિવાળીના પાંચ દિવસ અગાઉ 9 નવેમ્બરે અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે આશિષ શોપીંગ સેન્ટરમાં આવેલ IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સની ઓફિસમાંથી 4 હિન્દીભાષી લુટારૂએ રીવોલ્વર , મોટા છરા સાથે ઘુસી આવી સ્ટાફને રીવોલ્વર તથા છરા બતાવી રોકડ રૂપીયા તથા સોનું મુકવાના લોકરના સ્ટ્રોગ રૂમનું ઓ.ટી.પી. મંગાવી સ્ટ્રોગ રૂમનું લોક ખોલી રોકડ તથા સોનુ મળી કુલ રૂા . 3.32 કરોડની સનસનીખેજ લૂંટ ચલાવી હતી.
સંગઠિત ગુના ખોરી કરતી ટોળકી દ્વારા આ ગુનો આચરવામાં આવેલ હોવાનું જણાતા રેન્જ આઈજી હરીકૃષ્ણ પટેલ, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા ગુનાવાળી જગ્યાની તાત્કાલીક વિઝીટ સ્ટાફની પુછપરછ કરી ગુના અંગે સંપુર્ણ માહિતી મેળવી હતી.
ગુનો ડીટેક્ટ કરવા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ, IPS પ્રોબેશનર અતુલ બંસલ તથા ભરૂચ જીલ્લા એલ.સી.બી. , એસ.ઓ.જી , પેરોલ ફર્લો સ્કોવોર્ડને સુચના આપવામાં આવેલ. પોલીસ મહાનિરીક્ષકની સુચનાથી રેન્જની તમામ જીલ્લાની એલ.સી.બી તથા એસ.ઓ.જી.ને આ ગુનો ડીટેક્ટ કરવા મદદમાં મોકલાઈ હતી.
તમામ ટીમોએ અતિ ગંભીર ગુનો ઉકેલી કાઢવા માટે હુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીક્લ અને સી.સી.ટી.વી સર્વેલન્સ દ્વારા પ્રયત્નશીલ હતી . ગુન્હો બન્યાના પ્રથમ 12 કલાકમાં જ જીલ્લા એલ.સી.બી.ના સઘન પ્રયત્નોના ફળ સ્વરૂપે બનાવમાં વપરાયેલ સફેદ કલરની સ્વીફ્ટ ગાડી શોધી કાઢેલ તથા ગાડી નો નંબર પોકેટ કોપની મદદથી શોધી કઢાયો હતો.
જેના આધારે કાર વપરાશ કરતા સુધી પોહચતા લૂંટને અંજામ આપનાર મુખ્ય આરોપી અંગે ફળદાયી હકિકત મળી હતી. એલ.સી.બી.ની સઘન તથા આયોજનબદ્ય તપાસ દરમ્યાન આરોપીઓનુ કનેક્સન સુરત રાંદેર વિસ્તારમાં હોવાનું જણાય આવેલ જેથી આ ગુનો ડીટેકટ કરવા અને આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી , એસ.ઓ.જી , પેરોલ સ્કોર્ડ તથા અંકલેશ્વર શહેર પો.સ્ટે ડીસ્ટાફ દ્વારા સયુકત રીતે કોમ્બીગ કરી કુલ 4 આરોપીઓને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે.
રાંદેરથી પકડાયેલા 4 લૂંટારુઓ
– મોહસીન ઈખ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક ઉ.વ. 33 રહે- 73 ગ્રીન પાર્ક , સોસાયટી , જહાંગીરપુરા રોડ રાંદેર સુરત
– મોહમદઅલી હુસેન ગુલામ નાખુદા ઉ.વ. 29 રહે . 5132 લીમડાઓલી સ્ટ્રીટ રાંદેર
– મોહસીન મુસ્તુફા જીલાની ખલીફા ઉ.વ. 28 રહે . 13 રહેમત નગર સોસાયટી , ગોરે ગરીબા કબ્રસ્તાનની બાજુમા રાંદેર
– સલીમ અબ્દુલ સિધીક ખાન ઉ.વ. 29 રહે . 40 ઝીલ – મીલ રો – હાઉસ , સાઈનાઈડ ફેકટરી નજીક , રાંદેર
રિકવર કરેલો મુદ્દામાલ
– સોનુ 5863.69 ગ્રામ કિંમત રૂા 2.52 કરોડ
– રોકડ રૂપીયા 13.53 લાખ
– સ્વીફટ ગાડી નંબર GJ 19 AA 4484 કિંમત રૂપીયા 3 લાખ
– સ્કોડા રેપીડ ગાડી નંબર GJ 05 CN 7319 કિંમત રૂપીયા 4 લાખ
– દેશી બનાવટનો તમંચો
– પિસ્તોલ જેવુ બનાવટી હથિયાર ( લાઇટર )
– 5 મોબાઇલ ₹65000
– રેમ્બો ચપ્પુ
– ઇલેકટ્રીક કાંટો, દોરી
LCB-SOG ટીમ ની રાત-દિવસની કામગીરી
– પી.આઈ. જે.એન.ઝાલા
– પી.આઈ. કે.ડી.મંડોરા
– પોસઇ પી.એસ.બરંડા
– પોસઇ એ.એસ. ચૌહાણ
– પો.સ.ઇ.શ્રી વાય.જી.ગઢવી
– બી.ડી.વાઘેલા
– એમ.આર.શકોરીય
– એન.જે.ટાપરીયા સહિતનો સ્ટાફ