Vande Gujarat News
Breaking News
Breaking NewsDharmIndiaNationalSocial

આજે લાભપાંચમ – ગુજરાતીઓના વેપાર-ધંધા ફરી ધમધમશે – ભાજપના નવા ધારાસભ્યો પણ શપથ લેશે

આજે લાભ પાંચમનો તહેવાર ઉજવાશે. આજે લાભ પાંચમના શુભ દિવસથી ધંધા-રોજગાર પુનઃ ધમધમતા થશે. હિન્દુ નવા વર્ષમાં લાભપાંચમ શુભ મુહુર્ત ગણાય છે. રાજ્યભરમાં આજથી વિવિધ માર્કેટ, દુકાનો ધમધમતી થશે. તો સાથે જ આજે લાભ પાંચમના મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા આઠ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે.

લાભ પાચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા આઠ ધારાસભ્યો ધારાસભ્યપદના શપથ ગ્રહણ કરશે. વિધાનસભા અધ્યક્ષ સમક્ષ 12:39 મિનિટે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ગુજરાત રાજ્યમાં યોજાયેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે.

આજના શપથ વિધિ સમારોહ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સિનિયર સભ્યો હાજરી આપશે. કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સમારંભ યોજી શકાય એટલા માટે શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને 15 ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સને કારણે પ્રથમવાર વિધાનસભાના ચોથા માળે શપથવિધિ સમારંભ યોજાશે.

संबंधित पोस्ट

અમદાવાદ સાયબર ક્રાઈમમાં માન્યામાં ના આવે તેવી 26.78 કરોડની છેતરપિંડીની ફરીયાદ

Vande Gujarat News

આમલાખાડી પાસે ટ્રક પલટી, ટ્રકે કારને ટક્કર મારતા આગળની કારમાં ભટકાઇ

Vande Gujarat News

અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળે વાવમાં બિરાજ્યા છે બહુચરાજી રાજવીઓ બાદ કિન્નરોએ આરાધના કરી હતી

Vande Gujarat News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે જાહેર કરેલી IT અને ITeS (ર૦રર-ર૭) પોલિસીને વ્યાપક ફળદાયી પ્રતિસાદ

Vande Gujarat News

केजरीवाल ने विधानसभा में कृषि कानून की कॉपी फाड़ दी, कहा- अंग्रेजों से बदतर न बने सरकार

Vande Gujarat News

सीडीएस ने कहा- स्वदेशी हथियारों से जीतेंगे अगला युद्ध, घरेलू रक्षा उद्योग को सहयोग करें डीआरडीओ के वैज्ञानिक

Vande Gujarat News