Vande Gujarat News
Breaking News
AccidentBreaking NewsVadodara

અકસ્માતે પાણીમાં ડૂબી ગયેલ બન્ને પુત્રો ગુમાવનાર વડોદરાના પ્રજાપતિ પરિવારે સમાજ સુરક્ષા સંકુલના બે બાળકોને દત્તક લીધા

દિપક ફાઉન્ડેશન દ્વારા સંચાલીત સમાજ સુરક્ષા સંકુલ ગુજરાત સરકારની જાહેર ખાનગી ભાગીદારી સંસ્થા છે. સંકુલ એ ગુજરાતની એકમાત્ર અગ્રણી સંસ્થા છે જ્યાં દિવ્યાંગ ,અનાથ અને જરૂરિયાત વાળા બાળકો રહે છે. રાજ્ય સરકારના સહયોગ થી સંસ્થા દ્વારા અનાથ બાળકોને પરિવાર મળી રહે તે માટેના પ્રયાસો કરવામા આવે છે.

અનાથ બાળકોને પોતાનું ઘર પરિવાર મળે તે માટે રાજ્ય સરકાર અને દિપક ફાઉન્ડેશનનાં સંયુક્ત પ્રયાસોને કારણે બે અનાથ બાળકોને આજે નવો પરિવાર મળ્યો અને તેઓ નવા પરિવાર સાથે પોતાનુ નવું જીવન શરૂ કરશે.

દિપક ફાઉન્ડેશન સંચાલીત સમાજ સુરક્ષા સંકુલના બે સગા ભાઈઓ જેઓ વર્ષોથી સંસ્થા ખાતે રહી અભ્યાસ કરતા હતા અને જેઓએ પોતાનુ અત્યાર સુધીનુ જીવન માતા પિતા અને પરિવાર વગર જ ગાળ્યુ હતું તેમને માટે વડોદરા જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા એવા કુટુંબની શોધ કરવામા આવી કે જેઓ આ ફોસ્ટર કેર યોજના અંર્તગત બાળકોની સાર સંભાળ લેવા ઇચ્છુક હોય. આ અગાઉ પણ આજ સંકુલના એક બાળકને ફોસ્ટર કેર અંતર્ગત પરિવાર મળ્યું હતું.

આજ રોજ વિધિવત રીતે સમાજ સુરક્ષા સંકુલ દિપક ફાઉન્ડેશન ખાતે ડો રુચીબેન મહેતા તથા તમામ પદાધીકારી, કર્મચારી, જીલ્લા બાળ કલ્યાણ સમીતી, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ વગેરેની હાજરીમા બે બાળકોને તેમના નવા પરિવારને સોંપ્યા હતા. વડોદરામાં રહેતા અને અકસ્માત પાણીમાં ડૂબી જવાથી પોતાના બન્ને પુત્રો ગુમાવનાર પ્રજાપતિ પરિવારે સંકુલના બે બાળકોને દત્તક લીધા. બાળકો અને પરિવાર જણ માટે આજે આ તેમના જીવનનો સૌથી મોટો અવસર હતો. આ ગુજરાત રાજ્યનો પ્રથમ કિસ્સો છે.
રાજ્ય સરકારની ફોસ્ટર કેર યોજના અંતર્ગત ઘણા અનાથ બાળકોને તેમનો પરિવાર મળી રહ્યો છે.

ગુજરાત સરકારની જાહેર ખાનગી ભાગીદારી સંસ્થા દીપક ફાઉન્ડેશન અનાથ બાળકોને પરિવાર મળે તે માટે કાર્યરત ગુજરાતની પ્રથમ સંસ્થા છે. સંકુલ એ ગુજરાતની અગ્રણી એકમાત્ર સંસ્થા છે જેણે દિવ્યાંગ બાળકો સહિત સંભાળ અને સુરક્ષાની જરૂરિયાતવાળા બાળકો અને અનાથ બાળકોને પરિવાર મેળવી આપવાનું ભગીરથ કાર્ય કરે છે.

संबंधित पोस्ट

2 કરોડ કરતાં ઓછું ટર્નઓવર હોય તો વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ, 1 કરોડ વધુ GST કરદાતાને થશે ફાયદો

Vande Gujarat News

लद्दाखः माइनस टेम्परेचर में डगमगाने लगे चीनी सैनिकों के कदम, भारतीय जवान डटे

Vande Gujarat News

ફેક્ટરી અને લેબર વિભાગના પાપે વધુ એક કામદારનું મોત નીપજ્યું…

Vande Gujarat News

સૌથી પહેલા નેટવર્ક વિહોણા વિસ્તારોમાં શાળા શરૂ કરવા ભરૂચના મોટા ભાગના વાલીઓ એક મત

Vande Gujarat News

ભરૂચ આરોગ્ય શાખાની કચેરી ખાતે પીસી-પીએનડીટી એડવાઇઝરી કમિટિની મીટિંગ યોજાઇ

Vande Gujarat News

PM મોદીએ આપેલું વચન હવે પૂરું થશે! રેલ યાત્રીઓને મળશે આ ‘સુપરસ્પીડ’ સુવિધા, જાણો શું ?

Vande Gujarat News