



બજારોમાં દુકાનો ખુલી જતાં લોકોની ચહલ પહલ જોવા મળી
દિવાળી સહિતના તહેવારોની ઉજવણી બાદ ભરૂચ- અંકલેશ્વર સહિત જિલ્લાભરના વેપારીઓએ લાભપાંચમ નિમિત્તે ગુરૂવારે પુજા અર્ચના કરી વ્યાપારની શુભ શરૂઆત કરી છે. બજારોમાં દુકાનો ખૂલી જતાં રાબેતા મુજબની ચહલ પહલ જોવા મળી હતી.
દિવાળીના અંતિમ દિવસ એટલે કે લાભ પાંચમના અવસરે વેપારીઓએ પૂજા અર્ચના કરી ધંધાની વિધિવત શરૂઆત કરી છે. લાંભ પાચમના દિવસે વ્યવસાય અને જીવનમાં શુભ-લાભ મળવાની માન્યતા છે. દિવાળી બાદ આવનારી લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહેવામાં આવે છે. લાભ પાંચમ મોટાભાગે ગુજરાતમાં ઉજવાય આવે છે.
લાભ પાંચમ દિવાળીનો અંતિમ દિવસ હોય છે. સૌભાગ્યનો અર્થ હોય છે સારુ ભાગ્ય અને લાભનો અર્થ છે સારો ફાયદો. તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે. આદિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારને લાભ, સૌભાગ્ય અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે. નૂતન વર્ષ પછી લાભ પાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે.
આમ તો લાભ પાંચમનો આખો દિવસજ શ્રેષ્ઠ હોય છે.આવનારું નવું વર્ષ સુખમય અને લાભદાયી થાય તેવા આશયથી વેપારીઓએ પોતાનાવેપારનો પૂજા કરી શરૂઆત કરી હતી. આવનારા સમયની અંદર કોરોનાના પ્રકોપથીવહેલી તકે ભારત મુક્ત થાય અને રોજગારીસુચારુ રૂપથી ચાલે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી નવા વર્ષની શરૂઆત ભરૂચમાં વેપારીઓ દ્વારા કરવામાંઆવી હતી.