



કોંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને સાંસદ અહેમદભાઇ પટેલ કોરોનામાંથી બહાર આવી ગયા પછી તેમની તબિયતમાં થોડા કોમ્પ્લિકેશન થયા હતા. જેને કારણે તેમની તબિયત એકાએક લથડતા તેમને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. જોકે બુધવારે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ઓડિયો શેર કરીને તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું. ગતરોજ અહેમદભાઇ પટેલનો મેટ્રો હોસ્પિટલનો જુનો વિડિયો વાયરલ થયો હ્તો. જેમાં તેઓ ચાલતા જોવા મળ્યા હતા.