



ઝાડેશ્વરના નિલકંઠેશ્વર ખાતે છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ નહીં થાય
કોરોના મહામારી વચ્ચે રોજગારી અર્થે ભરૂચ-અંકલેશ્વરમાં સ્થાયી થયેલા પર પ્રાંતીય સમાજ દ્વારા છઠ પૂજાની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો હતો. જ્યારે ભરૂચના ઝાડેશ્વર ખાતે નીલકંઠધામના ઓવારે યોજાતો સામૂહિક છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ આ વખતે મોકૂફ રાખવામાં આવ્યો છે તો અંકલેશ્વરના મીરાંનગર, જનતાનગર, વિજયનગર, સંજાલી સહીતના વિસ્તારમાં છઠ્ઠ પૂજાના કુંડ સહીત પૂજા સ્થળની સફાઇ સાથે તૈયાર કરી હતી.
ભરૂચ જિલ્લામાં ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડના લોકોમાં છઠ પૂજાનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે.ભરૂચ- અંકલેશ્વર સહિત જિલ્લામાં છઠ્ઠ પૂજાનું આયોજન હાથ ધરાયું છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે પ્રતિ વર્ષની જેમ છઠ પૂજાનું આયોજન થશે નહીં આમ છતાંય ઉત્તરભારતીય છઠ્ઠપૂજા સમિતિ દ્વારા સરકારી ગાઇડલાઇન મુજબ પૂજાનું મહાપર્વ ઉજવાય તે પ્રમાણે વિશેષ તકેદારી સાથેનું આયોજન ઘડી કાઢ્યું છે. અંકલેશ્વર ગડખોલ વિસ્તારમાં પણ સૂર્યપૂજા ઉત્સવ સમિતિના કાર્યકર્તા ઓ વિશેષ તૈયારીઓ આરંભી હતી.