



ભરૂચ જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાનું આયોજન ગુરૂવારે કરાયુ હતું. જેમાં વિવિધ શાળાઓમાં 7 શિક્ષકોની નિમણૂંક કરાઇ હતી. ભરૂચ જિલ્લા એજ્યુકેશન ઇન્સપેક્ટર અને ભરતી પ્રક્રિયાના નોડલ અધિકારી જયેશ ચૌધરી, શિ.અ ભારત સલાટ અને સંગીતા મિસ્ત્રી સહિતના અધિકારીઓએ શિક્ષકોને નિમણૂંક હુકમ એનાયત કર્યો હતો.
ભરતી પ્રક્રિયામાં વાગરામાં 3, નેત્રંગમાં 2 અને જંબુસરની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 શિક્ષકોની નિમણૂંક કરાઇ છે. જેમાં 3 મનોવિજ્ઞાન, 2 ગુજરાતી, 1 ગણિત અને 1 ગુજરાતીના શિક્ષકની નિમણૂંક કરાઇ છે. નેત્રંગ, જંબુસર અને વાગરામાં મનોવિજ્ઞાનના શિક્ષક, નેત્રંગ અને વાગરામાં ગુજરાતીના શિક્ષક, જંબુસરમાં અંગ્રેજી અને વાગરામાં ગણિતના શિક્ષકોની ખાલી જગ્યા પર ભરતી કરાઇ છે.
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ મહેતાએ વિડિયોથી નવ નિમણૂંક પામેલા શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા શરૂ થતા જ લાભ પાંચમના દિવસે શિક્ષકોની નિમણૂંક થતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Advt