



સંજય પાગે – ઇન્ડિયન ઓઇલ દ્વારા હરિત ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ટ્રી ચિયર્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
ઇન્ડિયન ઓઇલ દ્વારા ગુજરાત રાજ્ય સહિત દેશમાં આવેલ વિવિધ પ્લાન્ટમાં વૃક્ષોનાં છોડ રોપવામાં આવ્યા છે અને ટ્રી ચિયર્સ અભિયાન અંતર્ગત હરિત ક્રાંતિની શરૂઆત કરવામાં આવી.
પર્યાવરણને પ્રદુષિત થતું અટકાવવા માટે ધરા પર વધુ વૃક્ષો વાવીને હરિયાળી ઉભી કરવા માટે આ ટ્રી ચિયર્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોકસાઈડ ઘટાડીને ઓક્સિજન પૂરો પાડવામાં વૃક્ષો ખૂબ જરૂરી છે અને ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા વધુ વૃક્ષો રોપવા જરૂરી છે.
12 થી16 નવેમ્બર કંપનીના દરમિયાન વિવિધ પેટ્રોલ પમ્પ પરથી 2.26 લાખ ગ્રાહકોએ પેટ્રોલ ભરાવ્યું હતું અને કંપની દ્વારા પેટ્રોલ ભરાવનાર તમામ ગ્રાહકોના નામે એક એક છોડ રોપવામાં આવનાર છે.જેને કારણે વાતાવરણમાંથી1.36 લાખ ટન કાર્બન ડાયોકસાઈડ ઓછો થશે તેમ ઇન્ડિયન ઓઈલના અધ્યક્ષ શ્રીકાંત માધવ વૈદ્ય એ જણાવ્યું હતું.
હરિત ક્રાંતિ અભિયાન હેઠળ 1.19 લાખ છોડ વડોદરા પ્લાન્ટમાં રોપવામાં આવ્યા છે. અને આગામી દિવસોમાં વધુ એક લાખ વૃક્ષો રોપવામાં આવશે .અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 13 શહેરોમાં 80,000થી વધુ છોડ રોપવામાં આવ્યા હતા.જેને કારણે ત્યાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડિયન ઓઇલ દ્વારા ગ્રાહકોને ઇંધણ ભરાવવા માટે સ્વાગત પત્ર તેમજ રિવર્ડ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા.