



ઔદ્યોગિક એકમો તેમના પ્રદુષિત પાણીનો નિકાલ સરકારી ધારાધોરણો અનુસાર કરવાનો હોય છે. છતાં પણ ખર્ચ બચાવવા માટે પ્રદુષિત પાણી નો નિકાલ ગેરકાયદેસર રીતે કુદરતી કાંસ કે ખાડીઓમાં થતો હોય છે.
ગત રાત્રે કીમ ખાડી પાસે મુખ્ય રસ્તા હાઇ-વે પર ગાડી માંથી જ પાઇપ દ્વારા ખાડી માં કેમિકલ નિકાલ કરતા ટેન્કર ને પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટિમ દ્વારા ઝડપી લીધા હતા.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે, “અમોને માહિતી મળી હતી કે પાલોદ ગામ નજીક પાસે વહેતી કિમ ખાડી માં રોજ રાત્રે ટેન્કરો દ્વારા કેમિકલ ઠાલવવા માં આવે છે અને મુખ્ય હાઈ-વે પર થી જ ખાડી માં જાહેર માં જ ઠાલવી દેવામાં આવે છે. પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટિમ દ્વારા આજે એક ટેન્કર ને રંગે હાથ ઝડપી લીધા હતા અને અમોએ સ્થાનિક પોલીસ તેમજ જીપીસીબી ને બોલાવી ઘટના બાબતે માહિતગાર કર્યા હતા. જેથી જીપીસીબી અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસ ની કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર, પાનોલી ઝગડીઆ અને અન્ય વસાહતો માંથી પણ કિમ-કોસંબા નજીક ની ખાડીઓ માં કેમિકલ નિકાલ ના કૌભાંડ થતા રહે છે. આવા કૃત્યો થી પર્યાવરણ ને ગંભીર નુકશાન થઈ રહ્યું છે. ભૂગર્ભજળ અને માનવ સ્વાસ્થ્ય ને ના ભરપાઈ થાય એવું મોટું નુકસાન થાય છે.જેથી અમારી માંગણી છે કે પોલીસ અને જીપીસીબી દ્વારા યોગ્ય પારદર્શક કાર્યવાહી કરવામાં આવે. જાહેર માં થતી આવી પ્રવૃતિઓ બાબતે તંત્ર કેમ અજાણ હોઈ શકે? તંત્ર ની કાર્યવાહી શામે સ્થાનિકો માં શંકા વ્યક્ત કરાઈ રહી છે.