



શહેર તેમજ તાલુકા વિસ્તારની જનતા પણ અંકલેશ્વરના પનોતા પુત્રના સ્વાસ્થ્ય માટે સ્વયંભૂ પ્રાર્થનામાં જોડાઈ…
અંકલેશ્વરના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા તેમજ રાજ્ય સભા સાંસદ અહેમદભાઇ પટેલ ની તબિયત નાદુરસ્ત ચાલી રહી છે જેને લઇને સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ તાલુકા મથક ઉપરાંત ભરૂચ જિલ્લામાં પણ સામાન્ય લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઠેરઠેર તેમની તંદુરસ્તી જળવાય એ માટે વિવિધ પ્રાર્થના તેમજ જાપ અને બંદગી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર ખાતે પણ 11મી નવેમ્બર થી સતત જાપ ચાલી રહ્યા છે.
અહેમદભાઇ પટેલની તબિયત હાલ નાદુરસ્ત ચાલી રહી છે દિલ્હી ખાતે તેમની ઘનિષ્ઠ સારવાર પણ નિષ્ણાત તબીબની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ અંકલેશ્વરના પનોતા પુત્ર હોવાથી અને ભરૂચ જિલ્લા માટે તેઓનું સતત વિકાસશીલ યોગદાન જોતા સમગ્ર જિલ્લાની જનતામાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે આ પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર તાલુકાના જૂના સક્કરપોરભાઠા ગામે રાજકીય અગ્રણી અને નગર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાની દ્વારા અવિરત જાપનું આયોજન કરાયું છે.
સક્કરપોરભાઠા ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવના મંદિરે ભુપેન્દ્ર જાની દ્વારા વ્યક્તિગત રીતે 11મી નવેમ્બરથી અહેમદભાઈ પટેલ ના સ્વાસ્થ્યની રક્ષા માટે મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ બ્રાહ્મણો દ્વારા અવિરત પણે તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
આ અંગે ભુપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નેતા ઉપરાંત અંકલેશ્વરના મૂળ વતની તેમજ ભરૃચ જિલ્લાની જનતા માટે જનહિતના સેંકડો કાર્ય કરનાર એવા અહેમદભાઇ પટેલની તંદુરસ્તી જળવાય એ માટે સ્વયંભૂ રીતે જનતા પ્રાર્થના બંદગી માટે જોડાઈ રહી છે અને દરેકને આપી કરવામાં આવી છે કે તમામે તમામ ધર્મના લોકો સ્વયંભૂ રીતે પોતાની શક્તિ મુજબ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે.
આજે સંદર્ભે શુક્રવારના રોજ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે જ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર જિલ્લાની જનતાને પણ અપીલ કરાઈ છે કે તેઓ પોતાની રીતે પણ આ જિલ્લાની મહાન વિભૂતિની તંદુરસ્તી માટે દુઆ પ્રાર્થના બંદગી ગુજારે.
Advt.