



ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા તેમજ રાજ્યસભા ના સાંસદ અહેમદભાઈ પટેલ ની તબિયત નાદુરસ્ત ચાલી રહી છે. જેને લઈને ભરૂચ જિલ્લાના કોંગ્રેસ ના તમામ તાલુકા મથકો તેમની તંદુરસ્તી જળવાય રહે તે માટે વિવિધ પ્રાર્થના તેમજ જાપ અને બંદગી કરવામાં આવી રહી છે.
ભરૂચ ના પનોતા પુત્ર અહેમદ ભાઈ પટેલની તબિયત હાલ નાદુરસ્ત ચાલી રહી છે. દિલ્હી ખાતે તેમની સારવાર તબીબોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અંકલેશ્વરના પનોતા પુત્ર હોવાથી અને જિલ્લામાં એવું સતત વિકાસશીલ યોગદાન જોતાં સમગ્ર જિલ્લાની જનતા પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે.
નાદુરસ્ત તબિયતના હોવાથી તેઓના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ બની રહે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહામૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાપ અને પ્રાર્થના સભામાં પ્રદેશ મંત્રી રાજેન્દ્ર સિંહ રણા, જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર પ્રમુખ તેજપાલસિંગ શોખી, સદીપ માંગરોલા, ધ્રુતા રાવલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો એ હાજરી આપી હતી.