



નેત્રંગ તાલુકાની જનતાને એક્સરે માટે નેત્રંગથી 45 કિમિ દૂર અંકલેશ્વર સુધી લંબાવવું નહિ પડે. નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત અંદાજે 5 લાખની રકમનું ડિજિટલ એક્સરે મશીનનું અનુદાન મળ્યું છે.આમ હવે પછી અકસ્માતના ફેક્ચર, છાતીને લગતા રોગો વગેરેનો ઈલાજ પીએચસી પર જ થઈ જશે. નેત્રંગ તાલુકામાં અકસ્માતના બનાવો પ્રકાશમાં આવે છે. ગંભીર ઇજાગ્રસ્ત અને ફ્રેકચર થયેલા દર્દીને સુવિધાના અભાવે નેત્રંગ સિવિલથી અંકલેશ્વર કે ભરૂચ સુધી રીફર કરવું પડતું હતું.
નેત્રંગ પીએચસીના ડો. વિજય ભાવિષ્કર સાથેની વાતચીત માં તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ એક્સરે મશીનનું અનુદાન લોકો માટે સુખાકરી બનશે. નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામના અંતર્ગત મળેલું ડિજિટલ એક્સરે મશીન ટીબીના રોગને નાબૂત કરવા વહેલી સફળતા આપાવશે. અને વધુ માં અકસ્માતના થતા ફેક્ચર, છાતી ને લગતા રોગો, મણકાને લગતી બીમારી , પેટને લગતા રોગો જ્યાં જઠર ફાટી જવી, અલ્સર, ફેફસાં પર સોજો વગેરે જેવી બીમારીનું નિવારણ લાવી શકાશે.