Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsCrimeCrimeGujarat

મિત્રની બર્થ ડેની પાર્ટીમાં સગીરાને દારૂ પીવડાવી તરૂણે દુષ્કર્મ આચર્યું, માતાએ ઠપકો આપતાં સગીરા ઘરેથી ભાગી જતાં ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી

અંક્લેશ્વર પોલીસે પોક્સો-અપહરણનો ગુનો નોંધ્યો, બન્નેના મેડિકલ તપાસ કરાવાયાં

અંક્લેશ્વરની સગીરા બે દિવસ પહેલાં લાપતા બન્યાં બાદ ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. મિત્રની બર્થ ડેની પાર્ટીમાં ગયેલી સગીરાઓને દારૂનો નશો કરાવ્યાં બાદ તે સુઇ જતાં એક તરૂણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કેફિયત રજૂ કરી છે. નશો ઉતર્યા બાદ ઘરે પહોંચેલી સગીરા હકીકત જણાવતા પોલીસે ૫ યુવાનોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં અંક્લેશ્વર શહેર પોલીસ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી પાંચેય તરૂણો તેમજ સગીરાનું મેડિકલ ટેસ્ટ કરાવ્યું છે. અંક્લેશ્વર પંથકમાં રહેતી એક સગીરાને તેની માતાએ ઠપકો આપતાં તે ઘરેથી ભાગી બેનપણીને ત્યાં ગઇ હતી. પુત્રી લાપતાં બનતાં તેની માતાએ અંક્લેશ્વર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

દરમિયાનમાં સગીરા ઘરે પરત આવતા પીઆઇ એફ. કે. જોગલે તેની પુછપરછ હાથ ધરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. સગીરાએ જણાવ્યું હતું કે, તે તેની બહેનપણી સાથે એક મિત્રની બર્થ ડે પાર્ટીમાં ગઇ હતી. મિત્રના ઘરે કોઇ ન હોઇ ત્યાં જ બે સગીરા તેમજ પાંચ યુવાનોએ બર્થ ડે પાર્ટી ઉજવી હતી. પાર્ટીમાં તેઓએ દારૂનો નશો કરતાં બન્ને સગીરાઓએ ઘરે પરત જવાનું ટાળી ત્યાં જ રોકાઇ ગઇ હતી. જે બાદ તેઓએ ચિક્કાર દારૂ પિધા બાદ સુઇ ગયાં હતાં.

સવારે બન્ને સગીરાઓની બાજુમાં તેમના મિત્રો સુતેલાં હોઇ સગીરાને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા થઇ હતી. ઘટનાને પગલે પોલીસે પ્રાથમિક તબક્કે પોક્સો તેમજ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે સગીરાની કેફિયતના આધારે તરૂણ તેમજ સગીરાનું મેડિકલ પરિક્ષણ પણ કરવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યેથી જો દુષ્કર્મ થયું હોય તો તેની કલમો ઉમેરી તે આધારે આગળની તપાસ કરાશે તેમ તપાસ અધિકારીએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

નવી દિલ્હી નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ

Vande Gujarat News

1.16 કરોડ ગ્રાહકો પર બોજો; રાંધણગેસનો બાટલો 100 રૂપિયા મોંઘો, 8 મહિનાથી સબસિડી પણ મળતી નથી

Vande Gujarat News

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તેમજ પાનોલીમાં કેમિકલ માફિયાઓને છુટ્ટો દોર, GPCB ના જમાઈ હોઈ તેમ કોઈ પણ જાતની પરવા કર્યા વગર હેઝાર્ડસ કેમિકલ વેસ્ટનો ખાડીઓમાં અને નદી, નાળાઓમાં કરી રહ્યા છે નિકાલ

Vande Gujarat News

ગુજરાત પોલીસની લોકાભિમુખ પત્ર : !-FIR વાહન ચોરી અને મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ ઓનલાઈન નોંધાવી શકાશે

Vande Gujarat News

દેશમાં પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુ નો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભવ્ય વિજય થતા ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં ઉત્સવમય માહોલ

Vande Gujarat News

સુરતના કિમ ચાર રસ્તા નજીક ફૂટપાથ પર ઉંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતા 13ના મોત, લાશોના ઢગલા વચ્ચે બાળકીનું રૂદન

Vande Gujarat News