



ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જેસીબી માલિક અને અન્ય કનેરાવના એક ઉપર મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાલિયા તાલુકાના ચમારીયા ગામના યુવા આગેવાનએ તેની સાથેના અન્ય સાત જેટલા યુવાનોને એસયુવીમાં લાવી ગોદરેજ કંપનીના ગેટ બહાર સિલુડી ગામના જેસીબીના માલિક અને કનેરાવ ગામના અન્ય એક ઇસમને કોઈ કારણસર ઢીકાપાટુંનો માર મારી લોહીલુહાણ કરી નાખી તેમની પાસેના રૂપિયા કોઈ જગ્યાએ આ બનાવમાં પડી જતા વધુ મારથી બચવા નાસી જતા આ લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા રજની વસાવા અને અન્ય આઠ જેટલા ઈસમો વિરૂધ્ધ વાલિયા પોલીસ સ્ટેશનમાં સિલુડીના ઇમામૂદિન દિલદાર અંસારીએ કાયદેસર 323,324,506(2),148 અને 147 મુજબ ફરીયાદ કરી હતી.
ઈમામૂદિન દિલદાર અંસારી રહે સિલુડી વાહણા તળાવ ફળિયાની ફરીયાદના આધારે તેના જેસીબીના કામ માટે કનેરાવના શૈલેષ વસાવાએ ફોન કરી બોલાવેલ તમો જેસીબી લઇને ગોદરેજ કંપનીના ગેટ ઉપર આવો હુ ગેટ ઉપર એન્ટ્રી કરાવુ છુ. તેમ કહેતા ડ્રાઇવર ઉમેશ પાલ સાથે ઇમામૂદિન અંસારી ગોદરેજ કંપનીના ગેટ પાસે જેસીબી મૂકી એન્ટ્રી કરાવી જેસીબી પાસે આવતા, તે જ વખતે રજની વસાવા તેની ફોરવ્હીલ ગાડીમાં સાતથી આઠ માણસોને લઇને આવી ગાડીમાંથી એકદમ ઉતરી આ રજની વસાવાએ આ બન્નેને મારો તેમ કહેતાની સાથે સાતેક ઈસમોએ તુટીપડી પેટમાં લાતો મારી કમરમાં અને ડાબા કાન ઉપર ઢીકાપાટુનો માર મારતા ઇમામૂદિન અંસારીને કાનમાંથી લોહી નીકળવા લાગતા ઝપાઝપીમાંથી બચવા ભાગવા જતા તેના ખિસ્સામાં મુકેલ ૫ હજાર પડી ગયા હતા. ત્યારે ૨જની વસાવાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ગોદરેજ કંપનીના ગેટ ઉપર જેસીબીના કોન્ટ્રાક્ટ બાબતે મારામારી થઈ હોવાનું અનુમાન છે. હજુ પંચક્યાસ અને જવાબો લેવાની કામગીરી બાકી છે. કંપનીના ગેટ ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાના બાકી છે જે ચેક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
– એન.એન.નિનામા, પીએસઆઈ, વાલિયા.
અગાઉ એપકોટેક્ષ કંપનીમાં એક વર્ષ પહેલા આ રીતે ધમકીઓ આપી જેસીબી બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ ગોદરેજ કંપનીમાં કનેરાવના શૈલેષ વસાવા દ્વારા કામ મળતા અમે જેસીબી લઈને ગયેલા તે અરસામાં અમારી ઉપર ફરી મારામારી કરી હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ અમે બીજી ફરિયાદ કરવાના છીએ અમને કંઈ થશે તો તેના જવાબદાર આ રજની વસાવા હશે. કોન્ટ્રાક્ટ તો કોઈપણ લઈ શકે. આ અમારી સાથે ઘણું ખરાબ કર્યું છે. – ઇમામૂદિન દિલદાર અંસારી -જેસીબી માલિક.સિલુડી.
આ બનાવ બાબતે રજની વસાવાને ફોન અને મેસેજ કરવા છતાં વાત નહિ થતા તેની કોઈ પ્રતિક્રિયા જાણવા મળી ન હતી.