Vande Gujarat News
Breaking News
BharuchBloggerBollywoodBreaking NewsFashionGujaratIndiaLifestyleSurat

સુરતમાં યોજાયેલા ભવ્ય બ્યૂટી કોન્ટેસ્ટમાં ભરૂચના હેમા પટેલે “Wow Mrs. Gujarat 2020” Winner નો તાજ જીત્યો, કોવિડ ગાઈડ લાઈન ના પાલન સાથે યોજાયો ફેશન શો

Wow Mrs. Gujarat 2020″ નો તાજ ઉપરાંત હેમા પટેલને બીજો સબ ટાઇટલ તાજ લાંબા અને સુંદર વાળનો પણ મળ્યો

ભરત ચુડાસમા – સુરત શહેરમાં આજ રોજ ખુબ જ ભવ્ય બ્યૂટી કંટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મહિલાઓની પ્રતિભા બતાવવા માટે અને જે મહિલાઓ પોતાના સપના પૂર્ણ ના કરી શકી હોય એમના સપના ને નવી પાંખો આપવા માટે જ યોજવામાં આવ્યો હતો. વાઉ વિંગ્સ ફોર ડ્રીમસ ના શીર્ષક હેઠળ આ આયોજન પ્રીતિ વિશાલ બોકડિયા (જૈન) અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આખી ટીમ દ્વારા social distancing and covid ની બધી guidelines નું ધ્યાન રાખી ને આ show યોજાયો હતો.

“વાઉ વિંગ્સ ફોર ડ્રીમસ” ના શીર્ષક હેઠળ યોજાયેલ આ બ્યૂટી કોન્ટેસ્ટ માં એક મધ્યમ વર્ગની મહિલા હેમા પટેલના શિરે “Wow Mrs. Gujarat 2020” નો તાજ જ્યારે આવે છે, ત્યારે ખરેખર એ ભરૂચ શહેર અને જિલ્લા માટે ગર્વની વાત છે. એપ્રિલમાં યોજાનારી બ્યુટી કોન્ટેસ્ટ ને લોક ડાઉનલોડ નું ગ્રહણ લાગ્યું. તેઓની મહેનત પાછળ તેમના પરિવારનો ખૂબ જ સહકાર તેમને મળ્યો. આજે ભરૂચના હેમા પટેલના શિરે “Wow Mrs. Gujarat 2020” નો તાજ છે.

“વાઉ વિંગ્સ ફોર ડ્રીમસ” ના ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે સેલિબ્રિટી સિમરન આહુજા જજ ની ભૂમિકા ભજવી હતી અને સેલિબ્રિટી અને ઘણી બધી સિરીયલ માં રોલ નિભાવનાર શાન ખન્ના પણ હાજર રહ્યા હતા. શો ને મુંબઈ ના પ્રખ્યાત સેલિબ્રિટી રેમ્પ વોક કોરિયોગ્રફર યશ શેલર કોરિયોગ્રફ કર્યો હતો. જ્યારે ગ્રૂમિંગ સેશન Mrs.india ના ફાયનાલિસ્ટ નીરજા કલાવતિયાએ કર્યું હતું. વાઉ મેગા બ્યૂટી પેજન્ટ ના પાર્ટનર્સ તરીકે પ્રખ્યાત ક્રાઉન ડિઝાઈનર પ્રેમ ગડા (presha creation) હતા. તેમજ ફોટો ચોઈસ સ્ટુડિયો ના ફોટોગ્રાફર આશિષ કનોઈવાલા દ્વારા ફોટોગ્રાફી અને ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. તેમજ SK ઇન્વેસ્ટમેન્ટ and show partner કેતન છાપગર તેમજ સારીકા છાપગર નો પણ સહયોગ છે. તેમજ surkaivalyam music classes ના જોય સર અને તેમની ટીમ પાર્ટનર માંટુ હલદર and મોન્ટુ મિસ્ત્રી, સચિન ભટ્ટ, યશ ઠોરાત, પ્રકાશ નાહ ટા, મનીષ ભાવસાર, તરીકે છે અને તેઓ ના વિદ્યાર્થીઓ દ્વારા સંગીત ની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. કાર્યક્રમ માં મુખ્ય મેહમાન રૂપે મધ્ય પ્રદેશ ના ધિરાજકુમાર અને અંબાણી ગર્ગ, નીતિન બાસોતિયા, નિતેશ દેસાઈ, ડો.શાલિની દર્શન, ડો.જગદીશ વારિયા, કમલેશ ખોડેજા હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

શ્રી હરીઓમ સત્સંગ મંડળ દ્વારા જીટીયુને પદવીદાન સમારંભના ગોલ્ડ મેડલ માટે રૂપિયા 3 લાખનું દાન મળ્યું.

Vande Gujarat News

અમદાવાદમાં પંચાયત વર્ગ-૩ની જુનિયર ક્લાર્ક સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

Admin

સ્કિન કેર ટિપ્સઃ ચહેરા પર લીંબુ અને મીઠું આ રીતે લગાવો, ચહેરો ચમકશે

Vande Gujarat News

ભરૂચના પાંચબત્તી પાસે ચાલકે સ્ટીયરિંગનો કાબૂ ગુમાવતા ઇકો કાર ડિવાઈડરમાં ભટકાઈ

Vande Gujarat News

ભરૂચના જાણીતા તબીબ ડો.કેતનભાઇ દોશી ના પુત્ર વિશાલ દોશીએ NEETમાં 720 માંથી 686 માર્ક મેળવી ઓલ ઇન્ડિયા 372 મો રેન્ક મેળવ્યો

Vande Gujarat News

જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે એસ. દુલેરાના અધ્યક્ષ સ્થાને બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત મહીલાલક્ષી કાર્યક્રમનું સફળ આયોજન કરાયું

Admin