



ભરૂચ અને અંકલેશ્વરમાં સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભાવિક ભકતોએ સોશિયલ ડીસ્ટન્સ જાળવી જલારામ બાપાના દર્શન કર્યા હતાં. સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. આજે શનિવારના રોજ જલારામ જયંતિ હોવાથી ભકતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચ શહેરના ચકલા વિસ્તારમા આવેલ જલારામ બાપાના મંદિરમા પણ પુજ્ન અર્ચન રાખવામા આવ્યુ હતુ. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલાં જલારામ મંદિર અને અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલાં જલારામ મંદિર ખાતે ભકતોએ જલારામ બાપાના દર્શન કર્યા હતાં. કોરોના વાયરસનો કહેર ચાલી રહયો હોવાથી ભકતોએ સોશિયલ ડીસટન્સ જાળવી બાપાના દર્શન કર્યા હતાં. ભકતોને બુંદી અને ગાંઠીયાની પ્રસાદીનું વિતરણ કરાયું હતું.