



ભરૂચના વાલિયા તાલુકામાં મિત્રતાની સચોટ મિશાલ કાયમ કરી છે. મિત્રના રોડ અકસ્માતમાં અવસાન થયા બાદ તેની બેટ વિતરણ કરવાની ઇચ્છાને માન આપીને વાલીયા યુથપાવરના રજની વસાવા સહિતના મિત્રોએ નવા વર્ષે યુવાનોને 200 બેટનું વિતરણ કર્યુ હતુ. 12 નવેમ્બરે અકસ્માતમાં માલજીપુરા પાસે હરેશ વસાવાનું અવસાન થયુ હતુ. રજની વસાવા અને હરેશ વસાવા મળીને 2018થી યુવાનોને બેટ સહિતના રમતગમના સાધનોનું નૂતન વર્ષના દિવસોમાં વતરણ કરતા હતા. જોકે આ નવા વર્ષ અગાઉ જ હરેશ વસાવનું અવસાન થતા તેના મિત્રોએ યુવાનોને બેટનું વિતરણ કરીને તેની ઇચ્છા પૂર્ણ કરી હતી.
બેટોની પસંદગી માટે હરેશ સાથે જતા
વાલિયા-નેત્રંગના ગામોના રમતવીરોને અમે બેટ સહિતની રમતગમત કિટોનું વિતરણ કરીએ છીએ. આ વર્ષે બેટોના વિતરણ માટે બેટોની પસંદગી કરવા માટે અમે હરેશભાઇ સાથે જ ગયા હતા. તેણે જ બેટો પસંદ કરી હતી. જોકે તેમના અવસાન બાદ અમે બેટ પર તેમનો પ્રથમ વખત બેટ વિતરણનો ફોટો લગાવવાની પહેલ કરી હતી. હવે હરેશનું અકસ્માતમાં અવસાન થયા બાદ લોક જાગૃતિના કાર્યક્રમોની શરૂઆત કરી છે.