



કોરોના ધીરે ધીરે બીજા તબક્કામાં પીક પકડી રહ્યા છે. અને દિવસે દિવસે કોરોના દર્દી વધી રહ્યા છે. એક તરફ રાજ્યમાં મહા નગરપાલિકામાં રાત્રી કર્ફ્યુ જાહેરાત કરતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોરોના મહામારીમાં સાવચેતીના પગલાં ભરવા પુનઃ શરૂઆત કરી હતી. માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને સેનેટરાઈઝરનો ઉપયોગ કરવા અને હાથ સાબુથી ધોવા વિગેરેની જાગૃતિ રાખવા અપીલ કરતા વાહન વડે વિવિધ માર્ગો પર જાહેરાત કરવામાં આવી હતી તેમજ માસ્ક વિના ફરતા તેમજ સોશિયલ ડિસ્ટન્સના જાળવનાર લોકો સામે સરપ્રાઈઝ ચેકિંગ જુદી જુદી ટીમ બનાવીને ચેકીંગ હાથ ધરીને સ્થળ ઉપર દંડ વસુલ કરવાની ઝુંબેશ આરંભી હતી. જેના ભાગ સ્વરૂપે અંકલેશ્વર ત્રણ રસ્ત સર્કલ ખાતે વાહન ચાલકો તેમજ દુકાનદારોને પાલિકાના રઘુવીરસિંહ મહિડા, અશ્વિન દવે, સહીત અધિકારીનો કાફલાએ ચેકિંગ હાથ ધર્યું હતું અને 20 વ્યક્તિને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ ના જાળવવા બદલ 5500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.