



ભોપાલથી દંડવ્રત નર્મદા પરિક્રમા વશિષ્ઠ મુનિ અંકલેશ્વરમાં આગમન થયું હતું. વૃદ્ધ પરિક્રમાવાસીએ અત્યાર સુધી 600 કિમી દંડવત પરિક્રમા કરી ચુક્યા છે. દિવસમાં ચાર કિમી થોભી પ્રાણાયામ કરી યોગ કરી રહ્યા છે. સ્વસ્થ રહેવાની જહેમત ઉઠાવી રહ્યા છે. જેવો આગામી ચાર વર્ષમાં 3798 કિમી દંડવત પરિક્રમા કરી યાત્રા પૂર્ણ કરશે.મધ્યપ્રદેશના ભોપાલ પાસે આવેલ નર્મદા પુરમ ખાતેના મુની વશિષ્ઠ નામના વયોવૃદ્ધ ખેતી તેમજ પોતાની દુકાન વ્યવસાય સંકળાયેલ છે. જેવો નર્મદા પરિક્રમાની અનોખી ટેક લઇ નીકળ્યા છે.અને જેની શરૂઆત ભોપાલ થી નર્મદા પરિક્રમા કરી છે.
અત્યાર સુધી અંદાજિત 600 કિલોમીટર દંડવત પ્રણામ કરી ભોપાલ તેવો અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા. દિવસ દરમિયાન ચાર કિલોમીટર બાદ થોભી તેવો પ્રાણાયામ કરી નર્મદા તરફ પ્રણામ કરી આરામ કરે છે. તેવો વાતચીત કરતા જણાવ્યું હતું કે મા નર્મદા નદી અતિ પવિત્ર નદી છે જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નર્મદા નદીમાં થતું પ્રદૂષણ માં નર્મદા નુક્સાન થયું છે.
જેના કારણે માં નર્મદા નદીને બચાવવા માટે લોકોને અપીલ કરી હતી. જેથી નદી પ્રદૂષિત થતા અટકી શકે છે. પરિક્રમા કરતા મુની વશિષ્ઠ કલ્યાણ દોલતપુર ખાતે ચતુર્માસ પણ કરવામાં આવ્યા હતા આ પરિક્રમા દંડવત પ્રણામ એ ચાર વર્ષ જેટલો સમયગાળો થઈ જવાનો તેમને જણાવવામાં આવ્યું હતું. ઓમકારેશ્વરથી પદયાત્રા 3798 કિલોમીટર દંડવત પ્રણામ કરી ચાર વર્ષ જેટલો સમય પૂર્ણ કરશે.