



ભરૂચની સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી થકી બે બાળકોએ દત્તક આપવામાં આવ્યાં છે. જે પૈકી 2 વર્ષના માઇક્રોસેફાલી બિમારીથી પિડાતાં બાળકને ઇટલીના દંપતિએ જ્યારે અન્ય 10 મહિનાના બાળકને પાટણના પરિવારે દત્તક લીધું હતું.ભરૂચમાં આવેલી સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સીમાં બે બાળકોને દત્તક લેવા માટેની અરજી આવી હતી. જેમાં 2 વર્ષના એક બાળકને માઇક્રોસેફાલી નામની બિમારી હોવા છતાં ઇટલીના પરિવારે તે સ્પેશિયલનીડ બાળક હોઇ તેની પસંદગી કરી તેને દત્તક લીધું હતું. જ્યારે પાટણના એક પરિવારે પણ અન્ય એક 10 મહિનાના બાળકને દત્તક લીધું હતું.
બન્ને બાળકોને તેમની માતાઓએ ત્યજી દેતાં તેમનો ઉછેર ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા કરવામાં આવી રહ્યોહતો. ત્યારે બાળક અધિકાર દિવસના રોજ બન્ને બાળકોને બે પરિવારોએ દત્તક લેતાં પરિવારો આનંદવિભાર થયાં હતાં. બાળકોને દત્તક આપવાના પ્રસંગે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન, સભ્યો, સમાજ સુરક્ષા વિભાગ તેમજ બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.