



મુંબઈની UPL કંપનીમાંથી રાસાયણિક કેમિકલ સહીત રો મટીરીયલ લઇને કન્ટેનર નીકળ્યું હતું. ફરીદાબાદ તરફ જઈ રહેલું કન્ટેઈનર અંકલેશ્વર નજીક હાઈવે ઉપરથી પસાર થતાં નિલેશ ઓવર બ્રિજ નીચે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં પહોંચ્યું હતું. જ્યાં ચાલકને કેબિનમાં આગ લાગી હોવાની શંકા જતાં કન્ટેઈનર રોડ સાઈડમાં આવેલ યુ.પી.એલ કંપની પાસે ઉભું કરી દીધું હતું અને બહાર નીકળી આવ્યો હતો. આગ અંગે ડીપીએમસી ને જાણ કરવામાં આવતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લાશ્કરોએ તે સમયે આગ પર કાબુ મેળવી લીધો હતો.
કામગીરીના કારણે થોડા સમય માટે હાઈવે ઉપર હળવો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. સંપૂર્ણ આગ કાબુમાં આવી જતાં ડીપીએમસીનો કાફલો પરત ફર્યો હતો. કેમિકલ ભરેલા ડ્રમમાં રાત્રે 3 વાગે ફરી આગ ભભૂકી ઉઠી હતી. કન્ટેનરમાં રહેલા કેમિકલના ડ્રમ સળગવા લાગ્યા હતા. આ અંગે ફરી ડીપીએમસીને જાણ કરવામાં આવતા ડીપીએમસીના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે ફોમનો મારો ચલાવી આગ કાબુ મેળવવા પ્રયત્નો કર્યા હતા. આગ વારંવાર ભભૂકી રહી હતી. જે સવારે 11 કલાક સુધી ચાલી હતી. આગ અંગેની જાણ જીપીસીબી જાણ થતા મોનીટંરીગ ટીમ આ અલ્પાબેન વસાવા તેમજ ડિઝાસ્ટર ટીમના નાયબ મામલતદાર આદિત્ય ત્રિવેદી પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શહેર પોલીસે માર્ગ અવરોધાય નહિ તે માટે જરૂરી વાહન સંચાલન કરી ત્રાફિક ને હળવો રાખ્યો હતો. જો આગ ને લઇ વાહન વ્યવહાર પર આંશિક અસર પડી હતી.
આ અંગે કન્ટેનર ચાલકે જણાવ્યું હતું કે આગ રાત્રી ના 8: 30વાગ્યા અડસમાં કેબીન આગ લાગી હોવાનું જાણ થતા તેને કન્ટેનર રોડ સાઈડ પર ઉભું કરી દીધું હતું જે આગ વહેલી કંટ્રોલ માં આવી ગઈ હતી અને તે ત્યાં હતો તે દરમિયાન રાત્રી ના 3 વાગ્યે ફરી આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે ડીપીએમસીના મેનેજર મનોજ કોતરીયા જણાવ્યું હતું કે આગ રાત્રીના પ્રથમ કેબીન માં લાગી હતી જે ફાયર ટીમે જાણ થતાંજ ઘટના સ્થળે દોડી આવી કાબુ મેળવી લીધો હતો.