



દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મથકના લાલમંટોડી વિસ્તારના નિશાળ ફળીયામાં રહેતા શકુબેન નટવરભાઈ પરમાર બજારમાં છુટક કેળાનો લારી ચલાવે છે. તેેમજ ઘરે નાના પાયે પશુપાલન પણ કરે છે. દિવાળીના દિવસોમાં તેમના ઘરે એક બકરીએ બચ્ચાને જન્મ આપ્યો હતો. સાધારણ રીતે બકરીના બચ્ચાનો જન્મ થતાં નાના મજુરીકામ કરતાં પરીવારમાં આનંદ વ્યાપ્યો. પરંતુ સાથેસાથે સમગ્ર પરીવારના સભ્યોમાં અજંપો વ્યાપી જવા માંડ્યો હતો.
જેમાં બકરીએ જે બચ્ચાને જન્મ આપ્યો હતો. તેને બે મોઢા અને ચાર આંખ હતી. અપવાદરૂપ બકરીનું માસુમ બચ્ચું સારી ગણતરીના કલાકોમાં જ સારી રીતે ચાલી-ફરી શકતું હતું. અહીં જન્મેલા બકરીના બચ્ચાની જાણ વાયુવેગે પ્રસરતા તેને જોવા લોકટોળાં ઉમટ્યા હતા. આ બાબતે સ્થાનિક રહીશોની અનેક પ્રકારના તકૅ-વિતકૅ લગાવી રહ્યા હતા. જ્યારે શકુબેન નટવરભાઈ પરમાર બકરીના બચ્ચાને વ્હાલથી તેના ઉછેર-પરીવરીશના કામે લાગી ગયા છે.