



દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરીવાર કોરોના વાયરસના કેસોમાં એકસાથે ધરખમ વધારો જણાઇ રહ્યો છે. જેમાં નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગાલીબા, કાંટીપાડા, કાડકકુઇ અને ઝરણા ગામમાં ક્રમશ: એક-એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને હોમ ક્વોરનટાઇન કર્યા છે . ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસે પગપેસારો કરતાં ગરીબ નિદૉષ લોકો વધુ સંક્રમીત થવાની દહેશત જણાઈ રહી છે. આરોગ્ય વિભાગ તમામ લોકોને ફરજીયાત મોઢાને માસ્કથી ઢાંકવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સતત અપીલ કરી રહ્યું છે.
દિવાળીના તહેવારોને પત્યાને ગણતરીના દિવસો જ થયા છે. આ દરમ્યાન રહીશોની નિષ્કાળજીના કારણે વધુ લોકો કોરોના સંક્રમિત થયાના લોકમુખે ચચૉનો વિષય બન્યો છે. આ બાબતે જવાબદાર લોકો કડકહાથે કાયૅવાહી કરીને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.